તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 7th November 2025
વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનની સ્થાપના : મોબાઈલ એપ્લિકેશનથી AQI જાણી શકાશે
આ સ્ટેશન થકી હવે હવામાં પ્રદૂષણની માત્રા અને હવાની શુદ્ધતા વિશેની રીયલ-ટાઇમ માહિતી મેળવવી સરળ બનશે.

વડોદરામાં વધતા જતા પ્રદૂષણને અંકુશમાં લેવાની કવાયત હવે તેજ બની છે. ઔદ્યોગિકરણ અને વાહનોની વધતી સંખ્યાને કારણે હવા સતત પ્રદૂષિત થઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આ સ્ટેશન થકી હવે હવામાં પ્રદૂષણની માત્રા અને હવાની શુદ્ધતા વિશેની રીયલ-ટાઇમ માહિતી મેળવવી સરળ બનશે.
વર્ષ ૨૦૨૧ માં હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા કોર્પોરેશન, GPCB, આરટીઓ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ સંયુક્ત પ્રયત્નો શરૂ કર્યા હતા. આ પ્રયાસોના ફળસ્વરૂપે, કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત, કારેલીબાગ વિસ્તારમાં પાલિકાનાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ અત્યાધુનિક સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.
રૂ. ૧૦ કરોડના ખર્ચે બનેલું આ મોનીટરીંગ સ્ટેશન ૨૪ કલાક કાર્યરત રહેશે. આના ડેટા GPCB અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના સર્વર પર પહોંચશે, જેનાથી સામાન્ય જનતા પણ CPCB ની વેબસાઇટ તેમજ "સમીર" નામની એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઇલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જાણી શકશે.
વડોદરા જિલ્લામાં GPCB ના નિયંત્રણ હેઠળ કુલ પાંચ સ્થળોએ હવાના પ્રદૂષણ સેન્ટરો કાર્યરત છે. આ પ્રથમ સ્ટેશન પ્રદૂષણ સામે લડવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. હવે વડોદરાવાસીઓ પોતાની આસપાસની હવા કેટલી શુદ્ધ છે, તે આંગળીના ટેરવે જાણી શકશે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
