News of Friday, 7th November 2025
હવે વાવના માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી: જો ન્યાય નહીં મળે તો મહાપંચાયત બોલાવવાની ચીમકી
માલધારી અને ભરવાડ સમાજને વિવિધ નિગમોમાં ન્યાય મળ્યો નથી. ગોપાલક અને ઘેટાં નિગમ તો માલધારી સમાજના હોવા છતાં પણ તેમાં મહત્ત્વ આપવામાં આવ્યું નથી.

વાવના માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે. જો ન્યાય નહીં મળે તો માલધારી સમાજ મહાપંચાયત બોલાવશે. માલધારી સમાજના આગેવાને આરોપ લગાવ્યો હતો કે માલધારી અને ભરવાડ સમાજને વિવિધ નિગમોમાં ન્યાય મળ્યો નથી. ગોપાલક અને ઘેટાં નિગમ તો માલધારી સમાજના હોવા છતાં પણ તેમાં મહત્ત્વ આપવામાં આવ્યું નથી.
છેલ્લા ૩૦ વર્ષમાં GIDC, ઉદ્યોગિક સ્ટેટ અને સહકાર ક્ષેત્રના મુખ્ય નિગમોમાં માલધારી સમાજને ચેરમેન તરીકે મહત્ત્વ મળ્યું નથી. તાજેતરમાં મંત્રિમંડળ ફેરબદલમાં પણ માલધારી સમાજના એક ધારાસભ્ય હોવા છતાં મંત્રી બનાવ્યા નથી તેમણે ભાજપના આગેવાનોને સીધી ટકોર કરતા કહ્યું કે જો સરકારમાં તમારું કશું ચાલતું ન હોય, તો આવો આપણે સૌ સાથે મળી માલધારી અને ભરવાડ સમાજના હિત માટે મહાપંચાયત બોલાવીએ.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
