<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

હવામાનની અનિશ્ચિતતાએ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અણધાર્યો વધારો

કમોસમી વરસાદના કારણે 20 કિલોએ ₹300 કરતાં વધુનો વધારો જીરાના ભાવમાં જોવા મળ્યો.

અમદાવાદ :રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તરફ મોટું નુકસાન થયું છે, હવામાનની અનિશ્ચિતતાએ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અણધાર્યો વધારો નોંધાવ્યો છે. કમોસમી વરસાદના કારણે 20  કિલોએ ₹300 કરતાં વધુનો વધારો જીરાના ભાવમાં જોવા મળ્યો છે.  

 વેપારીઓના મતે, જીરાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે.  કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાક, ખાસ કરીને જીરાનું, વાવેતર મોડું કરશે તેવી શક્યતા છે. બીજું એ કે ખરાબ હવામાન અને નુકસાનના ડરને કારણે ખેડૂતો જીરાનું વાવેતર ઘટાડી શકે છે, જે આવકમાં ઘટાડો કરશે.  

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની દૈનિક 14000 થી 15000 બોરીની આવક નોંધાઈ રહી છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજી પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધુ વધારો જોવા મળી શકે છે. જોકે, જો હવામાન સુધરશે તો હાલના ભાવ સ્થિર રહેશે તેવી શક્યતા છે.

(10:27 PM IST)