News of Saturday, 8th November 2025
ખેડૂતોને મદદરૂપ થવા રૂ.10 હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ
ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.22 હજારની સહાય આપવાનો નિર્ણય સંવેદનશીલ અને આવકારદાયક: સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને ખેડૂતોને જણસી વેચાણમાં આર્થિક નુકસાની ન જાય તેની પણ કાળજી લીધી

જામનગર:રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેત પાકોને થયેલ નુકસાનમાં રાહત મળે અને તેઓને મદદરૂપ થઈ શકાય તે હેતુથી ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂ.10 હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.
આ પેકેજથી ખેડૂતોને નુકસાની સામે ખૂબ મદદ મળી રહેશે. બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 22 હજારની સહાય પિયત કે બિન પિયત જમીન ધ્યાને લીધા વિના ચૂકવવાનો નિર્ણય ખરેખર આવકારદાયક છે. ઉપરાંત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને ખેડૂતોને જણસી વેચાણમાં આર્થિક નુકસાની ન જાય તેની પણ કાળજી લીધી છે. આ ખરીદીથી પ્રતિ 20 કિલોએ બે હજારથી વધુનો ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોના હિતમાં લીધેલા અતિ મહત્વના આ પગલાંઓનો અભિનંદન પાઠવી સરકારનો આભાર વ્યક્ત કરું છું.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
