<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દરીયા કાંઠાના સિંહોનો મુખ્‍ય શિકાર નિલગાય અને ભૂંડ : સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્‍યતાને નવા અભ્‍યાસે ખોટી પાડી : આંતરરાષ્‍ટ્રીય પીઅર-રિવ્‍યુડ જર્નલ કન્‍ઝર્વેશનમાં પ્રકાશીત થયેલા સંશોધનમાં ખુલાસો : સિંહોના શિકારમાં ૬૪ ટકા હિસ્‍સો વન્‍યજીવોનો : ૩૧ ટકા હિસ્‍સો પાલતુ પશુઓનો : સૌરાષ્‍ટ્રના દરીયા કાંઠે ૧૦૦ જેટલા વનરાજાનો વસવાટ : ગીર જંગલ બહાર દરીયા કાંઠે વસતા સિંહો ખેતીના પાકને નુકશાન કરતા નિલ ગાય અને જંગી ભૂંડોનો શિકાર કરીને ખેડુતોના ખરા મિત્રો બન્‍યા : નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ પ્રોજેકટ લાઇન અંતર્ગત સિંહોનું સંરક્ષણ : ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજયમાં વન્‍યજીવ સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો : નિલગાય અને ભૂંડોની વસ્‍તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકશાન ઘટાડે છે અને ખેડુતોને મદદરૂપ થાય છેઃ અર્જુનભાઇ મોઢવાડીયા11:57 AM IST

પ્રિન્‍સીપાલ જજ પી.એચ. સિંહનો સીમાચિહ્નરૂપ આદેશ : કોર્ટને ગેરમાર્ગે દોરી ગુનેગારને બચાવવાનો પ્રયાસ કરનાર કુતિયાણાના તત્‍કાલીન PI , હેડ કોન્‍સ્‍ટેબલ અને નાયબ પોલીસ અધિક્ષક વિરૂદ્ધ BNS ની ગંભીર કલમો હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં FIR નોંધાવવા હુકમ : ભરણપોષણના કેસમાં સજા પામેલા આરોપીને જિલ્લા જેલમાં મોકલવાને બદલે પોલીસ સ્‍ટેશનમાં વીઆઈપી આશરો આપી સરકારી રેકર્ડ અને સીસીટીવી ફૂટેજ સાથે ચેડાં કરવાનો કારસો ખુલ્લો પડ્‍યો : જૂનાગઢ ફેમિલી કોર્ટના જજ પી.એચ. સિંહે બંધ કવરમાં આવેલા વિરોધાભાસી અહેવાલો ફગાવી કોર્ટના સિનિયર ક્‍લાર્કને ૫ દિવસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવા આદેશ આપતાં પોલીસ બેડામાં ભારે ફફડાટ3:50 PM IST