<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

રાજયમાં ટેકાના ભાવે જણસીની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ :ગાંધીનગર કૃષિ ભવન ખાતે ખરીદીનું લાઈવ મોનિટરીંગ

રાજ્યના 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, આવતીકાલથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.

ગાંધીનગર :  સરકારની જાહેરાત બાદ રાજ્યમાં આજથી ટેકાના ભાવે જણસીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.  મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતની જણસીની ખરીદીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ખરીદ પ્રક્રિયાનું ગાંધીનગર કૃષિ ભવન ખાતે લાઇવ મોનેટરિંગ કરવામાં આવ્યું. મહત્વનું છે કે રાજ્યના 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, આવતીકાલથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.

    10 હજાર કરોડના રાહત પેકેજ બાદ રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે જણસીની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતો પોતાની જણસી લઇને માર્કેટિંગ યાર્ડ પર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે હાલ 90 કેન્દ્રો પર ખરીદી શરૂ થઇ છે, જ્યારે આવતીકાલથી કુલ 300 કેન્દ્રો પરથી મગફળી, સોયાબીન, અડદ, મગ સહિતની જણસીની ખરીદીનો પ્રારંભ કરાશે. ઉલ્લેખનીય છે કે ખરીદ પ્રક્રિયામાં કોઇ વિવાદ ન થાય તે માટે કૃષિ ભવનથી તમામ કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

 

(5:06 PM IST)