<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાણંદમાં વડાપ્રધાન મોદીના હસ્‍તે, આ પ્રથમ નહિ, ત્રીજો સેમી કંડક્‍ટર પ્‍લાન્‍ટનો પ્રારંભ થશે : ૨૦૨૭ની ગુજરાત ધારાસભાની ચૂંટણી પહેલાની તૈયારીઓ શરૂ : અમિતભાઇ પછી નરેન્‍દ્રભાઈ, સીલસીલો યથાવત રહેશે...સાણંદ, કચ્‍છની વિકાસ યાત્રા અંગે જાણવા જેવું : આંતરરાષ્‍ટ્રીય બોર્ડર ધરાવતા કચ્‍છના સરહદી ગામોની પ્રથમ તબક્કે નાયબ મુખ્‍યમંત્રી સિનિયર આઇપીએસ સાથે પોતે પણ બે ગામમાં રાતવાસો કરી લોકોના મનની વાતો જાણી, બીજા તબક્કે પણ સિનિયર આઇપીએસ દ્વારા વિવિધ ગામોમાં રાત વસો કરી મહિતી મેળવેલ, જે રિપોર્ટ અમિતભાઇ થ્રુ પીએમને મળતા તે મુજ્‍બ વિકાસ કાર્યોની જાહેરાત થશે : મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક દિલ્‍હી બેઠા બેઠા માર્ગદર્શન આપે છે : આઇબી વડા અશોક કુમાર યાદવ દ્વારા આઇબી યુનિટ એલર્ટ કરાયા છે, આઇજી રાધેવેન્‍દ્ર વસ્‍ત, આઇજી ચિરાગ કોરડીયા, આણંદ એસપી ગૌરવ જસાણી, કચ્‍છ પૂર્વ એસપી સાગર બગમાર વિગેરે બાજ નજર રાખી રહ્યા છે.3:53 PM IST

ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ - સર્વસમાવેશી વિકાસનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ધ્યેય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી ચરિતાર્થ થયો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડોદરામાં ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન: 3 લાખ 34 હજાર કરોડથી વધુના મૂડી રોકાણો સાથે 3,759 MoU થયા: 1 લાખ 97 હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો ઊભા થશે: ભારતનું ડિફેન્સ પ્રોડક્શન ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું: ‘ગુજરાતીઓ પાસે આપત્તિઓને અવસરમાં પરિવર્તિત કરવાની અજબની આવડત: રક્ષામંત્રી રાજનાથસિંહ : રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમી માટે વડાપ્રધાનએ સાનુકૂળ નીતિઓ અને વાતાવરણ ઊભું કર્યું : વાઇબ્રન્ટ સમિટ અને VGRCના આયોજનો રાજ્યમાં ઉદ્યોગો-ઉદ્યોગકારોને વિકસવા માટેના ટેક ઓફ પ્લેટફોર્મ છે:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 6:34 PM IST

ગુજરાત સરકાર અને કામનાથ પ્રાઇવેટ લી. કંપની વચ્‍ચે ૪૫૫ કરોડના લોક ઉપયોગી વિકાસ કામના કરાર : રાજકોટના પ્રિયવદનભાઈ કક્કડે રઘુવંશી સમાજનું ગૌરવ વિશ્વ લેવલે વધાર્યું અભિનંદન વર્ષ્‍યા અપરંપાર : ગુજરાતમાં વિવિધ સ્‍થળોએ લક્‍ઝરી હોટલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ તેમજ ડેસ્‍ટિનેશન જેવી અધતન પર્યટન સુવિધાઓ આગાવી સૂઝબુઝ ધરાવતી કંપનીની દરંદેશીનો લાભ મળશે : પર્યટ્‍નમાં ગુજરાત વિશ્વ લેવલે મોખરાનું સ્‍થાન મેળવે તેવી અમારી અભિલાષા : પ્રવાસન કમિશ્નર ડો. વીપીન ગર્ગ : અનુભવાત્‍મક અને સર્જનાત્‍મક નીતિ પ્રવાસન માટે કેન્‍દ્રબિન્‍દુ સાબિત થશે : પ્રવાસન સચિવ ડો. કુલદીપ આર્ય, આ કરાર રોકાણ માટે નવા દ્વાર ખોલશેઃ તરવરિયા ડાયરેક્‍ટર અવધ કક્કડ11:04 AM IST