<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

અમદાવાદની હવા ઝેરી બની:હવાની ગુણવતા સ્વાસ્થ્ય માટે હાનિકારક:સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં AQI 197 નોંધાયો

ગ્યાસપુરમાં AQI 194 નોંધાયો : રાયખડમાં AQI 193, રખિયાલમાં AQI 180ને પાર ગયો : બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી નીવડી શકે

અમદાવાદ : શિયાળાની શરુઆતમાં જ અમદાવાદની હવા ઝેરી બની છે. મેટ્રોસિટી અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી છે. શહેરમાં ખરાબ હોવાના કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અમદાવાદનો સરેરાશ AQI 183 પર પહોંચ્યો છે. તેમજ સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં AQI 197 નોંધાયો છે. આ ઉપરાંત ગ્યાસપુરમાં AQI 194 નોંધાયો છે. રાયખડમાં AQI 193, રખિયાલમાં AQI 180ને પાર ગયો છે. તો ચાંદખેડામાં 170 જેટલો AQI નોંધાયો છે. ત્યારે મણિનગરથી મોટેરા સુધીના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ છે.

   અત્રે  ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ અમદાવાદનો સરેરાશ AQI 183 નોંધાયો છે. તો આજે સવારે પણ સાડા સાતની આસપાસ AQI 211 નોંધાયો છે. દિવાળી બાદથી અને શિયાળાની શરૂઆત થતાં જ મેટ્રોસિટીમાં હવાની ગુણવત્તા કથળી છે. 150 ઉપરનો AQI ખતરાની ઘંટડી સમાન મનાય છે. બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી નીવડી શકે છે. શહેરમાં વધતા વાહનો, ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઈટોને લીધે હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. જો સત્વરે પગલાં લેવામાં ન આવે તો હવાનું આ સ્તર લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

(5:46 PM IST)