<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

વિરમગામ ટાઉન હોલ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વિરમગામ શહેર ભાજપ પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ધારાસભ્ય હાર્દિક પટેલે આત્મનિર્ભર ભારત, સ્વેદશી અભિયાન તેમજ મતદાર સુધારણાની વિસ્તૃત માહિતી આપી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ ટાઉન હોલ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્ય  હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વિરમગામ શહેર ભાજપ પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય હાર્દિક પટેલે આત્મનિર્ભર ભારત, સ્વેદશી અભિયાન તેમજ મતદાર સુધારણાની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ડાભી, જિલ્લા ભાજપના આગેવાન મહેશભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રીતિબેન ઠક્કર, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન મુનસરા, શહેર ભાજપ પ્રમુખ દેવાજી ઠાકોર, મહામંત્રી, નગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ તેમજ બૂથ પ્રમુખો સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

(10:59 PM IST)