News of Monday, 10th November 2025
૨૨ ટીમો દ્વારા અમદાવાદમાં મોડી રાતે કોમ્બિંગ ઓપરેશન..૩૬૬ રીઢા અપરાધીઓ ચેક કરાયા
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે ૩ આતંકવાદીઓ ઝડપાતા BSF બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા શહેર પોલીસને હાઈએલર્ટ મોડમાં મૂકયું : : સેકટર વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્વ હેઠળનો ૮ પીઆઇ, : ૧૩ PSI, અને મહિલા પોલીસ સહિત ૨૬૬ની ટીમો મેદાને ઉતરતા નાસભાગ મચી : ૧૬ ઘાતક હથિયારો પકડાયા, ૪ તડીપાર ઝડપાયા, ૮૨૯ વાહન ચેક, શક પડતા ૮ વાહનો પોલીસ દ્વારા કબજે, પીધેલાઓને સ્થળ પર જ કાયદાનું આગવી ઢબે ભાન કરાવાયું

રાજકોટ તા. એટીએસ દ્વારા નવા મોડ્યુલ સાથે ત્રણ આતંકવાદીઓ ઝડપાયા સાથે ૧૫ મી તારીખે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાથી બીએસએફ બેંક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ, શંકાસ્પદ સ્થળો, રીઢા ગુનેગારોની તપાસ વિગેરે સઘન બનાવવા રણનીતિ બાંધવી છે. ભ્. સેન્ટર ૨ના વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા આ બાબતે પોતાના માર્ગદર્શન સુરતમાં સફળતાપુર્વક અનેક કોમ્બિંગ કરી ચૂકેલા ડીસીપી ભગીરથ ગઢવી અને અનુભવી એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્વ નીચે મધ્યરાત્રિએ અચાનક રીઢા અકરાધીઓના આશ્રય સ્થાન પર કોમ્બિંગ ઓપરેશન સફળતાપુર્વક હાથ ધરેલ જેને ઓપરેશન નોક. નોક કોડનેમ અપાયેલ.
સ્ટેશન કાગડાપીઠ પોલીસ સ્ટેશન, દાણીલીમડા પોલીસ સ્ટેશન, મણીનગર પોલીસ સ્ટેશન, વટવા પોલીસ સ્ટેશન, વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન, ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છેલ્લા બે વર્ષમાં રહેતા શરીર સંબંધીત ગુનાઓ, એનડીપીએસના ગુનાઓમાં તેમજ અન્ય ગુનામાં પકડાયેલ આરોપીઓને ચેક કરવાની કામગીરી, તેઓના રહેઠાણ વાહનો વિગેરે ચેક કરવાની કામગીરી કરવામાં આવેલ આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન (૧) પોલીસ સ્ટેશન વાઇઝ યાદી તૈયાર કરી જુદી-જુદી ૨૨ ટીમો બનાવી એકસાથે સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ
(ર) ઓમ્નીંગમાં DCP-1, ACP-1, PI-8, PSI-13, ASI/HC/PC-266 માં મહિલા પોલીસ સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતા
(૩) કોમ્બીંગમાં ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, પોકેટ કોપ એપ્લીકેશન વિગેરેનો ઉપયોગ કરવામાં આવેલ
(૪) કોમ્બીંગ દરમ્યાન હિસ્ટ્રીશીટર, એમ,સી.આર, તડીપાર ઇસમો, નાસતા ફરતા આરોપીઓ વિગેરેનુ પણ તપાસવામાં આવેલ જેમાં હાજર મળી આવેલ અને હાજર ન મળી આવેલ હોય તો તેનો સંપર્ક કરી હાલની કામગીરી વિગેરે માહિતી મેળવવામાં આવેલ
(૫) સમગ્ર કોમ્બીંગ દરમ્યાન નીચે મુજબની વિગતે કામગીરી કરવામાં આવેલ છે.

(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
