<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

એક જ સપ્તાહમાં માર્ગ અકસ્‍માતના ૩,૭૬૮ બનાવ બન્‍યા!

વાહન અકસ્‍માતમાં અમદાવાદ ટોચ પર, નવેમ્‍બરની શરૂઆત જ ખતરનાક : દર બે મિનિટે એક અકસ્‍માતનો કોલ આવ્‍યો, ૧૦૮ની ટીમો દોડતી રહી ! માર્ગો મરણઘાટ બન્‍યા

અમદાવાદ તા.૧૦: નવેમ્‍બરના પ્રથમ સપ્તાહે ગુજરાતના રસ્‍તાઓ પર જાણે ‘અકસ્‍માતોની વણઝાર' સર્જાઈ હોય તેવું જોવા મળ્‍યું છે. રાજ્‍યમાં માત્ર ૭ દિવસમાં જ ૩,૭૪૮ માર્ગ અકસ્‍માતના ઇમરજન્‍સી કોલ ૧૦૮ સેવામાં નોંપાયા છે. તેમાં સૌથી વધુ અકસ્‍માત અમદાવાદમાં ૫૨૦, ત્‍યારબાદ સુરતમાં ૩૦૨, વડોદરામાં ૨૪૮ અને રાજકોટમાં ૧૮૩ ભારે અકસ્‍માતો થયા હોવાનું જાણવા મળે છે.

અકસ્‍માતના કેસોમાં ૨,૯૦૦ થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્‍તોને સમયસર સારવાર અને હોસ્‍પિટલમાં પહોંચાડવામાં ઈમરજન્‍સી સેવા ૧૦૮ ની ટીમે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. જયારે કેટલાક લોકોના મોત પણ થયા હતા. શહેરમાં એવરેજ રિસ્‍પોન્‍સ ટાઈમ ૧૧ મિનિટ જ્‍યારે ગામ્‍ય વિસ્‍તારોમાં ૧૮ મિનિટ  રહ્યો હતો. હાલના દિવસોમાં ખાસ કરીને નાઈટ ડ્રાઈવિંગ ટાળવું, ઝડપ મર્યાદાનું પાવન કરવું અને સેલ્‍ફી કે વીડિયો લેતા લેતા વાહન ન ચલાવવું જજે આ ત્રણ બાબતોનું ધ્‍યાન રાખવામાં આવે તો અકરમાતના કિસ્‍સાઓમાં ૩૦% સુધીનો ઘટાડો થઈ શકે છે.

માર્ગ અકસ્‍માત માટે નવેમ્‍બરની શરૂઆત જ ખતરનાક બની રહી છે. અતિ ઉતાવળ અને ટ્રાફિક નિયમની અવગણના સહિતના કારણો અકસ્‍માત માટે મુખ્‍ય કારણામળત માનવામાં આવી રહ્યા છે. જિલ્લાવાર વાત કરીએ તો તા. ૧ નવેમ્‍બરથી તા. ૭ નવેમ્‍બર સુધીમાં અમરેલીમાં ૯૮, આણંદમાં ૧૦૩, અરાવલીમાં ૫૨, બનાસકાંઠામાં ૧૩૭, ભરૂચમાં ૮૩, ભાવનગરમાં ૧૨૦ બોટાદમાં ૪૫, છોટાઉદેપુરમાં ૫૮, દાોદમાં ૧૪૨, દેવભૂમિ દારાકામાં ૪૧, ગાંધીનગરમાં ૧૫૫, ગીર સોમનાથમાં ૮૪, જામનગરમાં ૯૨, જુનાગઢમાં ૮૦ માર્ગ અકસ્‍માતો થયા હતા.

ઉપરાંત રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં કચ્‍છમાં ૧૦૨, ખેડામાં ૧૦૮, મહેસાણામાં ૧૨૫, મહિસાગરમાં ૫૮, મોરબીમાં ૮૨, નર્મદામાં ૫૧. નવસારીમાં ૭૧, પંચમહાલમાં ૧૨૫, પાટણમાં ૮૩, પોરબંદરમાં ૨૨, સાબરકાંઠામાં ૭૯, સુરેન્‍દ્રનગરમાં ૮૩, તાપીમાં ૭૩ અને ડાંગમાં ૧૭, વસલાડમાં ભાડમાં ૧૧૪ માર્ગ અકસ્‍માતો આ સમયગાળામાં નોંધાયા હતા. મોટાભાગના વાહન અકસ્‍માત વહેલી પરોઢે તેમજ મોડી રાત્રે થયા હતા.

અકસ્‍માતના મુખ્‍ય કારણો

* ઉતાવળ અને ઝડપથી વાહન હંકારવું  * મોબાઇલ પર વાતચીત અથવા રીલ જોવી * ધુમ્‍મસ અને હવામાનમાં ફેરફાર * થાકેલા ડ્રાઇવર અને લાંબી મુસાફરી * દારૂ પીને, નશો કરીને વાહન હંકારવું * ટ્રાફિકના નિયમોની અવગણા  * રોડ પર વાહન જોખમી રીતે પાર્ક કરવું, ખોટકાવું * રોંગ સાઇડમાં વાહન ચલાવવું.

(2:36 PM IST)