<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ૧૨મીએ નોટરી પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાશે

 

રાજકોટ તા. ૮:  ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા એડવોકેટશ્રીઓના ‘‘નોટરી પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ'' ‘‘તારીખ - ૧૨/૧૧/૨૦૨૫'' ના રોજ ‘‘ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર'' ખાતે સવારે ૯:૩૦ વાગ્‍યાથી યોજવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાષાીઓના જાહેર કરવામાં આવેલા લિસ્‍ટમાં સામેલ તમામ ધારાશાષાીઓને ગુજરાતના  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ,  નાયબ મુખ્‍યમંત્રી  હર્ષભાઈ સંઘવી તથા  કાયદામંત્રી(રાજ્‍ય કક્ષા) કૌશિકભાઇ વેકરીયાના વરદ હસ્‍તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.  જે ધારાશાષાીઓનું નામ આ લિસ્‍ટમાં સામેલ છે તે તમામ ધારાશાષાીઓએ સંપૂર્ણ ગણવેશમાં ઉપર જણાવેલ તારીખ, સ્‍થળ અને સમયે અચૂક હાજર રહેવા  જે જે પટેલ ચેરમેન, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતે જણાવ્‍યું છે.

(3:50 PM IST)