<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ધોળકા શહેર તાલુકા ફેર પ્રાઈઝ શોપસ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયેશન દ્રારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા - CMM ભારત ) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર તાલુકા ફેર પ્રાઈઝ શોપસ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયેશન દ્રારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ધોળકા પ્રાંત અધિકારી, જીલ્લા એફ.પી.એસ.પ્રમુખ અંબાલાલ પટેલ,  મહામંત્રી કિશોરભાઈ વેગડા,  ઉપપ્રમુખ વિક્રમસિંહ ઝાલા, સાણંદ માંડલ દેત્રોજ ધંધુકા ધોલેરા દસક્રોઈ બાવળા તાલુકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતાં.

(6:38 PM IST)