<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સિંગણપોરના તલાટી મંત્રી હિંમતભાઇ સોલંકીને 800 રૂપિયાની લાંચના ગુન્હામાં ત્રણ વર્ષની કેદની સજા અને 25 હજારનો દંડ

૧૦ માં એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ. સેસન્સ જજ અને સ્પે. એ.સી.બી. કોર્ટ સુરતએ આરોપીએ ઉતારા આપવાના માટે લીધેલ લાંચ મામલે ચુકાદો આપ્યો

 

સુરત :  ૧૦ માં એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ. સેસન્સ જજ અને સ્પે. એ.સી.બી. કોર્ટ સુરત. એ.સી.બી.ના ગુનામાં આરોપી હિમ્મતભાઈ સકરાભાઈ સોલંકી તલાટી કમ મંત્રી, વર્ગ-૩, સીંગણપોર, સુરતનાઓને ત્રણ (૩) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫,૦૦૦- નો દંડ ફટકાર્યો છે

   આ કામના કરીયાદીએ સીંગણપોર ગામની જમીનના ગામ નમુના હક્ક પત્રક-૬ ના ઉતારાની માંગણી કરતી અરજી કરેલ આ કામના આરોપીએ ઉત્તારા આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ!.૧૦૦૦/-લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂા.૮૦૦/- આપવાનું નક્કી કરેલ જે બાબતે ફરીયાદીએ આપેલ ફરીયાદ આઘારે લાંચનુ સૂટટ્ટુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી રૂપિયા ૮૦૦/- લાંચની રકમ સ્વીકારી પકડાઈ જતા આરોપી વિરુદ્ધ સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૪/૨૦૦૮ ૫.નિ. અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭,૧૩(1)(ઘ) તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૨૫/૦૩/૨૦૦૮ ના રોજ દાખલ થયેલ હતી.
જે ગુનાની તપાસના અંતે આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ કરી, નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ. જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી દરમ્યાન મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને વ્યાને લઈ, ૧૦ માં એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ. સેસન્સ જજ અને રૂસ્પે. એ.સી.બી. કોર્ટ સુરત નાઓએ સજા અંગેનો આખરી હુકમ કરેલ છે.
જેમાં આરોપીને ભ્રષ્ટચાર નિવારણ અધિ,૧૯૮૮ની કલમ મુજબ રાજા પત્ર ગુનામાં દોષિત હરાવી 3(ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂ।.૨૫,૫૯૦/- દંડ ફરમાવવામાં આવેલ છે. અને દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરેલ છે તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિ, ૧૯૮૮ની કલમ-૧૩ (૧) (૫) પાંચતા કલમ ૧૩(૨) મુજબ સજા પાત્ર ગુનામાં દોમિત કરાવી ૩ (ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂ:. ૨૫,૦૦૦/- દંડ ફરમાવવામાં આવેલ છે અને દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરેલ છે બન્ને સજ એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
સરકારના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર અવેજ પેટે લાંચની માંગણી કરવામાં આવે તો તેઓ સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી કચેરી ટોલ ફ્રી નં.૧૦૬૪ તેમજ ટેલિફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ ફેક્સ નં.OR૯-૨૨૮૬૯૨૨૮ E-મેઈલ- gilinach.cendant now in વોટ્સએપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનત ને આહવાન કરવામાં આવે છે.

(7:02 PM IST)