News of Monday, 10th November 2025
ગાંધીનગરમાં SOGમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
અજાણ્યા કારણોસર પોતાના જીવને અંત આપતા કોન્સ્ટેબલના પરિવાર પર આભ તુટી પડ્યુ

ગાંધીનગરમાં SOGમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટના માણસાના હરણાહોડા વિસ્તારમાં બની છે. બનાવનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કોન્સ્ટેબલની દિકરી તેને સવારે જગાડવા ગઈ હતી. અજાણ્યા કારણોસર પોતાના જીવને અંત આપતા કોન્સ્ટેબલના પરિવાર પર આભ તુટી પડ્યુ છે. પોલીસને ઘટનાની જાણ થતાં તેણે સમગ્ર મામલે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
