<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ડીસા જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા :રૂ. 8.98 લાખનું 1500 કિલો શંકાસ્પદ ધી સીલ કરાયું

તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટમાં રેડ : ફેક્ટરીઓમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા

ડીસા જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યા છે. તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટમાં રેડ પાડવામાં આવી હતી. શંકાસ્પદ ઘીનો જથ્થો આ રેડ દરમિયાન સીલ કરાયો હતો. 8.98 લાખનું 1500 કિલો શંકાસ્પદ ધી સીલ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીઓમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. બંને પેઢીઓ સામે અગાઉ પણ ઘી અંગે કેસો થયા છે 



 

(8:35 PM IST)