<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

સત્તાનો સાથ છોડયોઃ જોડિયામાં ભાજપને મોટો ફટકોઃ તાલુકા પંચાયત સદસ્‍યના પતિએ ‘આપ'નો હાથ પકડયો

ભાજપમાં ભંગાણઃ જોડિયામાં ‘આપ'એ પાડી મોટી વિકેટ! જોડીયા તાલુકા પંચાયત સદસ્‍ય પત્તી પૂર્વ સરપંચ અરવિંદ ભીમાણી આપ જોડાયા..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૧: જોડિયા લાંબા સમયથી રહેલા કાર્યકરોની ઉપેક્ષા ભાજપને ભારે પડી હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે ભાણવડ-વેરાડ ખાતે યોજાયેલ ખેડૂત મહાપંચાયતના કાર્યક્રમમાં ૭૭ વિધાન સભાના ની બાલાચડી જીલ્‍લા પંચાયત ની આવેલ બાલચડી, ખીરી, બેરાજા અને બારાડી જોડિયા તાલુકા પંચાયતના સદસ્‍યના પતિ અને આણંદા ગામના પૂર્વ સરપંચ અરવિદભાઈ ભીમાણીએ પોતાના ટેકેદારો સાથે ભાજપનો સાથ છોડીને આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ખેસ ધારણ કર્યો.

અરવિંદભાઈ ભીમાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં, સ્‍થાનિક સ્‍તરે તેમની અને તેમના ટેકેદારોની વારંવાર અવગણના થતી હતી. ભાજપમાંથી એક વર્ષો જૂના અને તાલુકા પંચાયત સ્‍તરના નેતાની વિદાય એ સ્‍પષ્ટ સંકેત છે કે સ્‍થાનિક સત્તાધીશો માં કોઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ રહ્યું છે.

ભાજપ માટે ચિંતાનો વિષય

આપના પ્રદેશ અધ્‍યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયા, અને હેમત ખવા સહિતના મોટા નેતાઓની હાજરીમાં આ જોડાણ થવું એ દર્શાવે છે કે AAP હવે ભાજપના અસંતુષ્ટ નેતાઓ પર નજર રાખી રહી છે. જો આગામી દિવસોમાં ભાજપ પોતાના આંતરિક વિખવાદોને ડામી નહીં શકે તો આ પ્રકારના ‘વિકેટ પડવાના' સિલસિલાથી ભાજપને મોટો ફટકો પડી શકે છે. તેવી અનેક ચર્ચા થઈ રહી છે.

(11:19 AM IST)