હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એસઆઇઆરની કામગીરી માટે શિક્ષકોને બીએલઓની જવાબદારીથી શિક્ષણ પર ગંભીર અસર
BLOને અન્ય કામગીરી ન સોંપવા માટે તાકીદ બાદ વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન : જયાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બાળકોનું શિક્ષણ બગડે તેવી દહેશત વ્યક્ત કરાઈ

અમદાવાદ તા.૧૧: રાજ્યની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર આગામી દિવસોમાં અસર જોવા મળશે. રાજ્યમાં હાલમાં મતદાર યાદીને લઈને જે કામગીરી શરૂ થઈ છે તેમાં BLO તરીકે કામગીરી કરતા મોટાભાગના શિક્ષકો જ છે. આ શિક્ષકો BLOની કામગીરીમાં અટવાયેલા હોવાથી તેઓ શિક્ષણનું કાર્ય કરી શક્તા નથી. બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા BLOની કામગીરી કરતા શિક્ષકોને અન્ય કામગીરી ન સોંપવા માટે તાકીદ કરાઈ છે. જેથી એક માસ સુધી BLO કામગીરી કરનારા શિક્ષકોની સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે તે નક્કી જણાય છે.
રાજ્યમાં એક બાજુ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભથયો છે, તેની સાથે જ SIRની કામગીરીનો પણ પ્રારંભ થયો છે. જેથી રાજ્યની સ્કૂલોના શિક્ષકોને BLOની કામગીરીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આમ, શિક્ષકો જ BLOની કામગીરીમાં જોડાતા બાળકોના ભાવિ સાથે રીતસરના ચેડાં થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી દ્વારા SIRની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થયા તે માટે BLOની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મૂક્ત કરવા માટે સૂચના આપી છે.
આમ, BLOની કામગીરી કરનારા શિક્ષકો એક માસ સુધી અન્ય કામગીરી કરનાર ન હોવાથી શિક્ષણ પર ગંભીર અસર પડશે. આ ઉપરાંત અગાઉ એવું નક્કી કરાયું હતું કે, જે શિક્ષકે ત્રણ વર્ષ સુધી BLO તરીકે કામગીરી કરી હોય તેમની ફરીથી BLOની કામગીરી સોંપવી નહી. પરંતુ હાલમાં અનેક BLO એવા છે કે જેમને ત્રણ વર્ષથી કામગીરી કરતા હોવા છતાં હજુ પણ BLO તરીકેના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ શિક્ષકો જ્યારે ઓર્ડર કેન્સલ કરાવવા માટે જાય ત્યારે તેમને સાંભળવામાં આવતા ન હોવાની પણ ફરિયાદ ઊઠવા પામી છે.
આ ઉપરાંત બનાસકાંઠામાં એક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચૂંટણીની કામગીરીને લઈને એક ફતવો બહાર પાડ્યો છે, જેનો પણ વિરોધ થઈ રહ્યો છે. જેમાં SIRની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી BLOની સાથે મદદ માટે એક સહાયક શિક્ષક મૂકવા માટે જણાવાયું છે. આમે BLOની કામગીરી કરનારા શિક્ષક બાદ સહાયક તરીકે પણ જો શિક્ષકને મૂકવામાં આવે તો શિક્ષણની ઘોર નિકળી જશે તેવો ડર શિક્ષણ જગતમાં છે. જેના પગલે આવી કામગીરીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
