<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુરતના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી : અફરાતફરીનો માહોલ

જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ : ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

  ફાયર ઓફિસર જગદીશ રત્નમએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જે બાદ સરથાણા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

(8:39 PM IST)