<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફિલ્‍મફેર એવોર્ડ્‍સના નોમિનેશન જાહેરઃ ગુજરાતમાં યોજાશે એવોર્ડ નાઈટ : લાપતા લેડીઝ, કિલ,સ્ત્રી ૨, ભૂલ ભુલૈયા ૩, આર્ટિકલ ૩૭૦, શ્રેષ્ઠ ફિલ્‍મ શ્રેણીમાં ટોચ પરઃ મુખ્‍ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે, અભિષેક બચ્‍ચન, અજય દેવગણ, ઋતિક રોશન, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને અક્ષય કુમાર જેવા પાવરહાઉસને તેમના શાનદાર અભિનય માટે નામાંકિત : બેસ્‍ટ ડેબ્‍યુ (પુરુષ) કેટેગરીમાં લક્ષ્ય, અભિનવ સિંહ, ગુરુ રંધાવા, જીબ્રાન ખાન, ક્ષિતિજ ચૌહાણ, સ્‍પર્શ શ્રીવાસ્‍તવ નોમિનેટ થયા છે જ્‍યારે પ્રતિભા રંતા, નિતાંશી ગોયલ, પશ્‍મિના રોશન, ધ્‍વની ભાનુશાલી, અંજીની ધવન, અહિલ્‍યા બામરુ બેસ્‍ટ ડેબ્‍યુ કેટેગરીમાં છે9:38 AM IST

ક્રિકેટમાં તક મળે ત્‍યારે પરિસ્‍થિતિને સારી રીતે સંભાળે તે ખેલાડી આગળ વધે છેઃ રાકેશ પટેલ : રણજી ટ્રોફી, આઇપીએલ સહિત અનેક ક્રિકેટનો અનુભવ ધરાવનાર ખેલાડી રાજકોટમાં વડોદરામાં અંડર ૨૩ના હેડ કોચ તરીકે કાર્યરત રાકેશભાઇ દિલીપ ટ્રોફિ, દેવધર ટ્રોફિ ચેમ્‍પીયન, ઇન્‍ડિયા એ, રણજી ટ્રોફિ સહિત ૬૭ ફર્સ્‍ટ ક્‍લાસ મેચ રમ્‍યા છે અને ૨૩૪ વિકેટો ઝડપી છે. તેઓ ફાસ્‍ટ બોલર રહ્યા છે : જ્‍યારે વડોદરા ૪૦ વર્ષ પછી ૨૦૦૧-૦૨માં રણજી ટ્રોફિ જીત્‍યું તેમાં તેમનો સિંહ ફાળો હતો. રાકેશ પટેલ, ઝહિર ખાન, નયન મોંગિયા, કેપ્‍ટન જેકબ માર્ટીન સાથે રમ્‍યા હતા : ૨૦૧૦ માં તેઓ મુંબઇ ઇન્‍ડિયનની ટીમમાં ફાસ્‍ટ બોલર તરીકે હતા. ૨૦૦૭ માં તેમણે આઇસીએલ ક્રિકેટ જોઇન કરેલું : રાકેશભાઇના પિતા ભાનુપ્રસાદ ઘેલાભાઇ પટેલ પણ ક્રિકેટર હતા તેઓ ફાસ્‍ટ બોલર હતા અને રાકેશભાઇના રોલ મોડલ હતા : ટેસ્‍ટ ક્રિકેટ બહુ અઘરૂ છે. જે રમવું બધાનું સપનું હોય છે. જ્‍યારે વ્‍હાઇટ બોલ ક્રિકેટ સરળ છે. ટેસ્‍ટ ક્રિકેટમાં રીયલ સ્‍કીલ જરૂરી છે. તેઓએ ગુજરાત ટાઇટન્‍સ અને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમમાં ટેલેન્‍ટ સ્‍કાઉટ તરીકે પણ કામ કર્યું છે : છોકરાઓ આઇપીએલ, રણજી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકે, મારો અનુંભવ તેમને આપી શકું અને તેમને આગળ વધવામાં મદદરૂપ થઇ શકું એજ જીવનનો ધ્‍યેય.2:23 PM IST

અબતક સુરભી મિર્ચી રોક ઍન્ડ ઢોલ’રાસોત્સવમાંઃખેલૈયાઅોનો ઉત્સાહ બેવડાયો : જીલ એન્‍ટરટેનમેન્‍ટના સથવારે માર્ગી પટેલ અને મૃદુલ ઘોષના મધુર સ્‍વરોએ માધવરાવ સિંધિયા સ્‍ટેડિયમને સંગીતના સૂરોમાં ડૂબાડ્‍યું ધારાસભ્‍ય જયેશ રાદડિયા,પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ , માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,કેતનભાઈ સોની,પીએસઆઇ વિશાખાબેન પરસાણા, આર્કિટેક્‍ટ રીન્‍કુભાઈ પરસાણા, રાજીવભાઈ દીદવાનીયા, સાવનભાઈ ચોટાઈ, રજનીભાઈ સાવલિયા, કમલ સિમેન્‍ટના ગીરીશભાઈ મહેતા, નિતેશભાઈ ડોડીયા, શિવરાજભાઈ વાળા, સલીમભાઈ હથિયારી, ચિરાગભાઈ પરમાર, જીમેશભાઈ વાળા, મનોજભાઈ સોલંકી સહિતની ઉપસ્‍થિત 3:56 PM IST