News of Thursday, 13th November 2025
સાંતલપુર-કચ્છ હાઈવે પર હિટ એન્ડ રન: અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત
અકસ્માત સર્જી વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો:પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી

પાટણ જિલ્લામાં સાંતલપુર-કચ્છ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં બાઇક પર સવાર બે યુવકોના કરૂણ મોત થયા છે. એક અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતાં, બન્ને યુવકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી, આ અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
