News of Thursday, 13th November 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રોડની ગુણવતા અંગે કડકાઈ દાખવી : મ્યુ. કમિશનરોને રોજ ફિલ્ડ વિઝીટ કરીને રિપોર્ટ આપવા કર્યો આદેશ
રોડ-રસ્તા મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરો

ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં રસ્તાની ગુણવત્તા અંગે કડકાઈ દાખવી છે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ આપી કે, રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં બાંધછોડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.
તેમણે શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને દરરોજ ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝીટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ આપવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
