તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Friday, 14th November 2025
આજે જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિએ ભાવવંદના

રાજકોટ તા. ૧૪ : આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન અને ત્યાર બાદ ત્રણ વખત પ્રધાનમંત્રી પદે રહેલા શ્રી જવાહરલાલ નહેરૂની આજે ૧૩૬ મી જન્મ જયંતિ છે. તેઓ બાળકોને ખુબ વહાલ કરતા. એટલે આજે ૧૪ નવેમ્બરના દિવસને ચાચા નહેરૂ જન્મ જયંતિની સાથે બાલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ નિમિતે દેશભરમાં ચાચા નહેરૂને પુષ્પાંજલી-ભાવાંજલી કાર્યક્રમોના આયોજનો થયા છે. તો બાલભવનો અને બાલવાટીકાઓમાં બાલદિનની ઉજવણીના કાર્યક્રમો આયોજીત થયા છે. દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ શ્રી જવાહરલાલ નહેરૂજીને યાદ કરી ભાવાંજલી અર્પણ કરી હતી. વિવિધ સંસ્થા, મંડળો અને રાજકીય પક્ષો દ્વારા આજે શ્રી જવાહરલાલ નહેરૂજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
