<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર સહિતની મુખ્‍ય સરકારી સેવાઓમાં અનેક ખામીઓથી નાગરિકોનો વેડફાતો સમય

સમગ્ર સરકારી પ્રક્રિયાનું રી એન્‍જિનિયરીંગ અને નાના-મોટા નહીં ધરખમ સુધારાની જરૂરઃ જીએઆરસી :

અમદાવાદ તા.૧૪: રાજ્‍ય સરકાર દ્વારા નાગરિકો મહત્તમ ઉપયોગ કરે છે તેવી વિવિધ સેવાઓ જે ઓનલાઈન કે ઓફલાઈન અપાય છે તેમાં અનેક ખામીઓ હોવાનું અને મોટાપાયે સુધારાની જરૂર હોવાનો મત ગુજરાત વહીવટી સુધારણા પંચ (જીએઆરસી)ના અહેવાલમાં કરવામાં આવ્‍યો છે. જેમાં જનસેવા કેન્‍દ્રોમાં રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમી લેયર સર્ટિફેકેટ, સોગંદનામુ, આધાર, જમીન રેકોર્ડ વિગેરેનો સમાવેશ થાય છે. પંચ દ્વારા સમગ્ર સરકારી પ્રક્રિયાનું રીએન્‍જીનીયરીંગ અને નાના-મોટા સુધારાના બદલે માળખાકીય સુધારાની જરૂર હોવાની ભલામણ કરાઈ છે.

સરકાર દ્વારા ઝડપથી વિવિધ સેવા આપવાના દાવા થાય છે તેમાં મહદ્‌ અંશે સફળતા મળી છે તેમ છતાં અનેક કિસ્‍સામાં નાગરિકોનો સમય બચાવવામાં અને સમગ્ર વ્‍યવસ્‍થા મહત્તમ ડિજિટલ કરવામાં અને જવાબદાર કર્મચારી-અધિકારીઓને ઉપલબ્‍ધ કરાવવામાં તંત્ર હજુ ઉણું ઉતરી રહ્યું છે. પંચ દ્વારા વિવિધ સેવાના કરાયેલા વિશ્‍લેષણમાં એ બાબતબહાર આવી છે કે સેવાઓમાં વિલંબ એ ફક્‍ત ભૂલ જ નહીં પરંતુ મેન્‍યુઅલ કામગીરી, ઓટોમેશનની કમી અને સમાંતર પ્રક્રિયાના અભાવના કારણે છે. વિભાજન, મેન્‍યુઅલ પ્રક્રિયા ઉપર હજુ વધુ પડતી નિર્ભરતા અને તલાટીની ઉપલબ્‍ધતાની સમસ્‍યાના કારણે નાગરિકોની કામગીરીમાં બિનજરૂરી વધુ ચારથી પાંચ કલાકનો વિલંબ થઈ જાય છે. નાગરિકને ફોર્મ ભરવામાં અને તૈયાર કરવામાં ગણતરીનો સમય લાગે છે પરંતુ આ પ્રક્રિયા તલાટીના પંચનામા સુધી પહોંચે અને જનસેવા કેન્‍દ્રોમાં છેલ્‍લી સહી સુધી ભારે સમય પ્રક્રિયામાં વેડફાઈ જાય છે.

કેટલાક પ્રમાણપત્ર આપવામાં જમીન રેકોર્ડ જરૂરી હોય છે. તેમાં વધુ માગ અને ડુપ્‍લીકેશન પણ થતું હોય છે. ધીમી પ્રક્રિયા જેવી સ્‍થિતિ છે. ગરવી, ઈ-ધરા અને એમ-ઈ-ધરામાં જોડાણ નહીં હોવાથી ચકાસણીમાં વિલંબ અને કામગીરીનું વધુ પડતા ઓટીપીથી જીએઆરસી દ્વારા સ્‍ટાફ અને પણ વિલંબ અને કામગીરીનું પણ થતું હોય છે

વધુ પડતા ઓટીપીથી પણ વિલંબ

 નાગરિકો માટે કામની દરેક એન્‍ટ્રી માટે ઓટીપી જરૂરી હોવાથી વિલંબ થતો હોવાની નોંધ લેવાઇ છે. ડેટાને અપડેટ ન કર્યો હોવાથી બદલી કરાયેલા અધિકારીઓ સુધી પણ ઓટીપી કેટલાક કિસ્‍સામાં પહોંચી જતો હોવાથી કામગીરી અટકી જાય છે. હાલ ઇ-સાઇન સિસ્‍ટમ સંપૂર્ણપણે ઓટીપી આધારીત છે. મંજૂરી આપનારા અધિકારીઓ માટે રિમોટ ઈ-સાઇનની સુવિધા હોવી જોઇએ તેની ભલામણ પણ પંચ દ્વારા કરવામાં આવી છે. જનસેવા કેન્‍દ્રો માટે ખાસ ક્‍યુઆર કોડ પણ જરૂરી ગણાવ્‍યો છે.

(2:07 PM IST)