News of Saturday, 15th November 2025
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન...
રીઢા અપરાધીઓ પોલીસ પક્કડથી દૂર રહે તે પોલીસની નાલેશી ગણાય, પોલીસ કમિશનર નરસિંહમા : કોમારના એક વાકય પર જબ્બરજસ્ત અભિયાન શરૂ થયું અને સફળતાના વિક્રમો સર્જી રહ્યું છે... વધુ ૪ વોન્ટેડને ઉપાડી લાવી, ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્માની રાહબરી હેઠળ ૬ ટીમો ભારે પડી..અકિલા સાથે ઓપરેશન વોન્ટેડની ભીતરી કથા વર્ણવે છે પીઆઇ આર જી. જાડેજા...

રાજકોટ, તા.૧૫: સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને આખા ગુજરાતની લો એન્ડ ઓર્ડર સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી સાંભળી ચૂકેલા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા આ કોમી સંવેદનશીલ શહેરની અસ્મિતા જાળવી રાખવા અને અપરાધીઓ પર કંટ્રોલ કરવાનું લોકોને આપેલ વચન ખરા અર્થમાં નિભાવવા માટે પોલીસના તાપથી વડોદરા છોડી અન્ય રાજ્યમાં ચાલ્યા ગયેલા વોન્ટેડ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર રહે તે બાબત પોલીસ.માટે નાલેશી ગણાય તેવું સ્પષ્ટ માનતા હોવાથી આવા અપરાધીઓ પાતાળમાં પણ છુપાયા હોય તો શોધી કાઢવાની સૂચના વડોદરા ક્રાઈમ બ્રાન્ચને આપવા સાથે જ ૨૪/૭ એક્ટિવ આ બ્રાન્ચ દ્વારા આ અભિયાન પૂર જોશમાં શરૂ કરતા વધુ એક મોટી સફળતા મળી છે.
આ સમગ્ર કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ વડા ડો.લીના પાટીલ, ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્મા દ્વારા ચાવડાના માર્ગદર્શનમાં ૬ જેટલો ટીમો બનાવી મેદાને ઉતારી હતી. જે ટીમને વધુ આરોપીઑને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતર પ્રદેશ પોહચી ઝડપી. લીધાનું પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી.. જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં સગીરાનું અપહરણકરી દુષ્કર્મ કરનાર આરોપી ૨૦૨૧થી વોન્ટેડ ઇદરીશ ઉફૅ સમીર ગની મોહમ્મદ રાજસ્થાન નાશી ગયેલ તે ઝડપાયો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશથી વોન્ટેડ સંજય શુક્લા, વિકાસ આનંદ પાલ અને ૧૨ વર્ષથી ફરાર ઈર્શાદને પણ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ઉતર પ્રદેશથી ઉપાડી લેવી હોવાની વાતને પીઆઇ આર જે જાડેજા દ્વારા સમર્થન આપેલ છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
