તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 15th November 2025
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક પાસે દુકાનમાં અચાનક આગ: 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી
સ્થિતિ ગંભીર બનતા ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિયંત્રણ સંભાળ્યું

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક પાસે આવેલા શ્રીકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમા હફડો મચી ગયો. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની અંદાજે 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને બચાવ કામગીરી શરૂ કરી. આગ ઝડપથી ફેલાતી હોય, સ્થિતિ ગંભીર બનતા ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિયંત્રણ સંભાળ્યું. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર મહદંશે કાબૂ મેળવી લીધો છે. સદનસીબે કોઈ જાનહાનિ ન હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજી બાકી છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
