<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ જ 5 કરોડની ઉચાપત આચરી

યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. જેનો ભાંડો ફૂટતા યુનિવર્સિટીના પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ જ 5 કરોડની ઉચાપતને અંજામ આપ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. જેનો ભાંડો ફૂટતા યુનિવર્સિટીના પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી છે 

 અત્રે  ઉલ્લેખનીય છે કે કોમર્સ એજ્યુકેશન અને કોર્સની બુક્સ માટે એડવાન્સ પૈસા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. જે અંગે યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ બહાર આવી અને કર્મચારી ઓડિટમાં હાજર પણ ન થયો. બાદમાં જ્યારે કર્મચારીની પૂછપરછ કરી તો તેને સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા. જે મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ.

(10:34 PM IST)