<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વાવ-થરાદ વિસ્તારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ખરાબ સ્થિતિ: ખાતર કેન્દ્રો પર ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા

સરકારે તરત જ ખાતરની અછત દૂર કરીને યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી

વાવ-થરાદ વિસ્તારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ખરાબ સ્થિતિ સર્જાઈ છે. થરાદ અને ખેંગારપુરાના ખાતર કેન્દ્રો પર ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. શિયાળુ પાક માટે જરૂરી યુરિયા ખાતરમાં અછત સર્જાઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે તેઓ સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા, તેમ છતાં તેમને ખાતર મળી શક્યું નથી. સતત વધતી તંગીને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળે છે. ખેડૂતો સરકારે તરત જ ખાતરની અછત દૂર કરીને યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠાવી છે.

 

(10:39 PM IST)