<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડ નોડલ ઓફિસરને છૂટા કરાયા

ભ્રષ્ટાચારની ગંભીર બાબતે રાજ્યકક્ષાએ અહેવાલ સુપરત કરાયો હતો : સરકારને આર્થિક નુકસાન કરાવવા જેવી ગંભીર બાબતો પણ ધ્યાને લેવાઈ હતી

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડ નોડલ ઓફિસરને છૂટા કરાયા છે. વોટરશેડ નોડલ ઓફિસર આશાબેન ચૌધરીને કામોમાં ક્ષતિઓ અને વહીવટી અનિયમિતતા બદલ, અંગત રીતે જવાબદાર ગણવામાં આવ્યા છે. બહુચરાજીના ગાંભુ ગામે આડબંધના કામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. ભ્રષ્ટાચારની ગંભીર બાબતે રાજ્યકક્ષાએ અહેવાલ સુપરત કરાયો હતો. સરકારને આર્થિક નુકસાન કરાવવા જેવી ગંભીર બાબતો પણ ધ્યાને લેવાઈ હતી. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીને, આશા ચૌધરીને ઘરે બેસાડવાનો આદેશ કર્યો છે.

 

(11:51 AM IST)