<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

છોટાઉદેપુર સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી

ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠીઃપાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેક્નરમાંથી ૨.૭૦ કરોડની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપ્યો

છોટાઉદેપુર : ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં વિદેશી દારૃની હેરાફેરી અટકાવવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેક્નરમાંથી આશરે ૨.૭૦ કરોડ રૃપિયાની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડ્યો છે. લુઝ સિમેન્ટ ભરવાના ટેક્નરનો ઉપયોગ દારૃની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર, LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાવીજેતપુર તરફ જઈ રહેલા એક ટેક્નરમાં સિમેન્ટની આડમાં મોટા પ્રમાણમાં દારૃની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે LCBની ટીમે હાઇવે પર શંકાસ્પદ જણાતા એક ટેક્નરને રોક્યું અને તેની સઘન તપાસ કરી. તપાસ દરમિયાન ટેક્નરના કમ્પાર્ટમેન્ટમાં લુઝ સિમેન્ટની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૃનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૃનો જથ્થો, ટેન્કર અને અન્ય વસ્તુઓ સહિત કુલ ૨,૭૦,૧૪,૨૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, ટેન્કરને ગેસ કટરથી કાપીને આ દારૃનો જથ્થો બહાર કાઢ્યો હતો. હાલ મામલે પોલીસે ઝડપાયેલા ટેક્નરચાલક મહેશ જાટ સહિત અન્ય ત્રણ આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

ઝડપાયેલો આ દારૃનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હતો, જેને ન્ઝ્રમ્એ નિષ્ફળ બનાવ્યો છે. હાલ દારૃ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે. દારૃની તસ્કરીના નેટવર્કની કડીઓ મેળવવા માટે આરોપી મહેશ જાટની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

(10:14 PM IST)