<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

નર્સીંગ-પેરામેડીકલમાં ૬ રાઉન્‍ડ બાદ ૧૯ર૬૬ બેઠકોમાં પ્રવેશઃ ૩૩પર૪ બેઠકો ખાલી

સરકારી સંસ્‍થાઓમાં તમામ ર૪૯૬ બેઠકો ભરાઇ ગઇ

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાત રાજયની નર્સીંગ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમની બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહીમાં છઠ્ઠા રાઉન્‍ડના અંતે ૩૩ હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.ગુજરાતની નર્સીંગ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમની બેઠકો ઉપર પ્રવેશ માટે છઠ્ઠા રાઉન્‍ડમાં કુલ ર૮૩ છાત્રોને પ્રવેશ ફાળવવામાં આવ્‍યો છે. અત્‍યાર સુધીમાં કુલ ૬ રાઉન્‍ડમાં ૧૯ હજારથી વધુ બેઠકોમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે.

એડમીશન કમિટી દ્વારા શૈક્ષણીક વર્ષ ર૦રપ-ર૬ માટે બીએસસી નર્સીંગ, બી.ફીઝીયોથેરાપી, જીએનએમ., એ.એન.એમ., બી.ઓકયુપેશનલ, થેરાપી, બી. ઓર્થોટીકસમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

છઠ્ઠા રાઉન્‍ડની એલોટમેન્‍ટની કાર્યવાહી બાદ સરકારી સંસ્‍થાઓની તમામ બેઠકો ભરાઇ ગઇ છે. કુલ ૭૦ સરકારી સંસ્‍થાઓમાં ર૪૯૬ બેઠકો મંજૂર થયેલ. આ ફાળવણી પ્રક્રિયા બાદ તમામ ર૪૯૬ બેઠકો ભરાઇ ગઇ છે. ગુજરાતમાં નર્સીંગ, પેરામેડીકલની સરકારી-ખાનગી સહિત તમામ ૧૧૦૪ સંસ્‍થાઓ છે. જેમાં પર૭૯૦ બેઠકો મંજૂર થઇ છે. છઠ્ઠા રાઉન્‍ડના અંતે ૧૯ર૬૬ બેઠકો ભરાઇ ગઇ છે. હજુ ૩૩પર૪ બેઠકો આવી પડી છે. જે બધી જ ખાનગી સંસ્‍થાઓની છે.

(2:25 PM IST)