<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

૧૮-૧૮ વર્ષથી વોન્‍ટેડ બે આરોપીઓ સહિત કુલ ૨૭ રીઢા અપરાધીઓ રાજ્‍ય બહારથી વડોદરા પોલીસ ઝડપી લાવીઃ નરસિંહમાં કોમાર

સામાન્‍ય લોકોથી માંડી ગૃહમંત્રી સુધી સહુ ‘કેચ ધ વોન્‍ટેડ ક્રિમીનલ્‍સ' અભિયાન પર આફ્રિનઃ આખા રાજ્‍યમાં અમલ કરાવવા હર્ષભાઈ સંઘવી તત્‍પર : ક્રાઇમ બ્રાન્‍ચ વડા ડો. લીના પાટીલનું માર્ગદર્શનઃ ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્મા અન્‍ય ઝોન ડીસીપી સાથે સંકલન કરી તમામ ટીમો વિષે માહિતગાર રહે છે. ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ આર.જી. જાડેજા નોડલ ઓફિસર જેવી કામગીરી બજાવી, ડે ટુ ડે નો રિપોર્ટ આપી સૂચના મેળવે છેઃ આખા ગુજરાતમાં વાયરલ અભિયાનની ભીતરી કથા અકિલા સમક્ષ વડોદરા પોલીસ કમિશનર વર્ણવે છે

રાજકોટ, તા.૧૭: ગુનેગારો પોલીસના તાપથી ગુન્‍હો કરી ગુજરાત છોડી જાય તે શહેર પોલીસની ધાક ગણાય, પરંતુ આવા રીઢા આરોપીઓ પોલીસ પક્કડથી દૂર રહે તે બાબત પોલીસની નકામિયાબી ગણાય એવું સ્‍પષ્ટ રીતે માનતા સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશ્નરે ક્રાઇમ બ્રાન્‍ચે વર્ષી જુના વોન્‍ટેડ આરોપીઓ પકડવા માટે આપેલ પડકાર ક્રાઇમ બ્રાન્‍ચે ઝીલી વિવિધ ટીમો રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, ઉતર પ્રદેશ સુધી દોડાવી અને કેચ વોન્‍ટેડ ક્રિમીનલ અભિયાનમાં વધુ મોટી સફળતા મળી છે.

વડોદરા શહેરમાં અપરાધ કરી  ૧૮ , ૧૮ વર્ષથી વોન્‍ટેડ આરોપી સહિત ૭ આરોપીઓ પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, જોઇન્‍ટ પોલીસ કમિશર ડો. લીના પાટીલ, ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી હિમાંશુ વર્મા અને ડીસીપી ઝોન ૧,૨,૩, ૪ સાથે સંકલન કરી ઝડપી લીધાનું ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.જી. જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે. અત્રે એ યાદ રહે કે, પ્રજાની માથાભારે તત્‍વો વિરુદ્ધ ફરિયાદ આવે ત્‍યારે ૨૪ કલાકમાં નિકાલ કરવાનો વડોદરા પોલીસ કમિશનરે વણ લખ્‍યો નિયમ રાખ્‍યો છે, ૨૪ કલાક પછી જે તે ડીસીપી દ્વારા ઉઘરાણી થતી હોવાથી પોલીસ સતેજ રહે છે.

૧૮ વર્ષથી વોન્‍ટેડ સીતારામ બિશ્નોયને રાજસ્‍થાનથી પકડી લેવામાં આવેલ છે. ૧૯  વર્ષથી વોન્‍ટેડ મલખાનસિહને પકડવા પોલીસ પોહચી ત્‍યારે તેનું નિધન થયાનું બહાર આવેલ.

વોન્‍ટેડ મોહમ્‍મદ કાસિમને મુરાદાબાદ ઉતર પ્રદેશ પોહચી ઝડપી લેવામાં આવેલ. વોન્‍ટેડ અરશદ ખાનની તપાસ દરમિયાન રાજસ્‍થાન જેલમાં હોવાનું જાણવા મળતા પોલીસ કમિશ્નર દ્વારા ટ્રાન્‍સફર વોરંટ સહિત કાયદાકીય કાર્યવાહી માટે આદેશ આપ્‍યા છે.

આ સાથે વધુ એક આરોપી સુરેશ ભાદુ રાજસ્‍થાન જેલમાં હોવાનું ટીમની તપાસમાં બહાર આવતા તેને પણ ગુજરાત લાવવાની તજવીજ શરૂ થયેલ હોવાનું પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે. જોકે વોન્‍ટેડ આસીરને રાજસ્‍થાનથી વડોદરા પોલીસ પકડી લાવી છે. કુલ અમારી ટીમે ૨૮ વર્ષથી નાસતા બે આરોપીઓ સહિત ૨૧ આરોપી રાજ્‍ય બહાર પોહચી ઝડપી લીધા છે તેમ અભિયાનના સુકાની પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર અકિલાને જણાવ્‍યું છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગળહમંત્રી વડોદરા પોલીસના કેચ ધ વોન્‍ટેડ ક્રિમીનલ્‍સ અભિયાન પર આફ્રિન પોકારી આખા ગુજરાતમાં આ અભિયાન શરૂ કરાવવા માગે છે.

(2:57 PM IST)