News of Monday, 17th November 2025
જુનિયર વકીલો આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે: વકીલાતના વ્યવસાયમાં ગૌરવ, સન્માન અને શિસ્તબદ્ધતા જાળવે : જસ્ટિસ નીલય અંજારીયા
નસીબ નહીં, મહેનત પર ભરોસો રાખો: શરૂઆતના સમયમાં સંઘર્ષ ચોક્કસ હોય છે, પરંતુ મહેનત કરશો તો કેસ, પૈસા અને માન જરૂર મળશે: જસ્ટિસ પંચોલી : ગુજરાત લો હેરાલ્ડ ઍપ પ્લેટફોર્મની મદદથી વકીલો સરળતાથી તેમનું કામ : ઓનલાઇન કરી શકશે: વકીલો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે: જે.જે. પટેલ

અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા શનિવાર, તારીખ ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઍક ગૌરવશાળી સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત ન્યાયમૂર્તિઓ માનનીય જસ્ટિસ શ્રી નીલય અંજારીયા અને માનનીય જાસ્ટિસ શ્રી વિપુલ પંચોલીનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા સહિત કાયદા જગતના દિગ્ગજા ઉપસ્થિત રહ્ના હતા.
આ ભવ્ય સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, ઍડિશનલ સોલિસિટર જનરલ ઍસ.વી. રાજુ, ઍડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અતિથિ વિશેષ પદે બિરાજમાન હતા. ગુજરાત હાઇકોર્ટના તમામ ન્યાયમૂર્તિશ્રીઓ, રાજ્યભરના તાલુકા અને જિલ્લા બાર ઍસોસિઍશનના હોદ્દેદારો તેમજ સિનિયર કાઉન્સેલ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલે સ્વાગત પ્રવચન કરી તમામ મહેમાનોને આવકાર્યા હતા.
મહેનત કરશો તો કેસ, પૈસા અને માન
જરૂર મળશે: જસ્ટિસ પંચોલી
સન્માનનો સ્વીકાર કરતા જસ્ટિસ વિપુલ પંચોલીઍ જુનિયર વકીલોને ઉદ્દેશીને અત્યંત પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘નસીબમાં હોવું ઍ તમારા હાથમાં નથી, પરંતુ મહેનત કરવી ઍ તમારા હાથમાં છે.’ તેમણે યુવાન વકીલોને શિખામણ આપતા કહ્નાં કે વકીલાતના વ્યવસાયમાં શરૂઆતના સમયમાં સંઘર્ષ ચોક્કસ હોય છે, કદાચ કેસ ન પણ મળે, પરંતુ સતત મહેનત અને સમર્પણથી સમય, સંજાગ અને નસીબ સાથ આપે છે. અંતે કેસ, પૈસા અને માન-સન્માન અવશ્ય મળે છે. તેમણે પોતાની સફળતાનો શ્રેય ભગવાન અને માતા-પિતાના આશીર્વાદને આપ્યો હતો.
જુનિયર વકીલો શિસ્ત જાળવે: જસ્ટિસ અંજારીયા
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ નીલય અંજારીયાઍ ગુજરાત અને ગુજરાતીઓ સાથેના પોતાના ભાવનાત્મક જાડાણ અને માણસાઈને યાદ કરી હતી. તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે બાર કાઉન્સિલ દ્વારા લોન્ચ કરાયેલ ‘ગુજરાત લો હેરાલ્ડ’ નામની નવી વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જુનિયર વકીલોને આ આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા તેમજ વકીલાતના વ્યવસાયમાં ગૌરવ, સન્માન અને શિસ્તબદ્ધતા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો.
‘ગુજરાત લો હેરાલ્ડ’ ઍપનું લોકાર્પણ
આ કાર્યક્રમ દરમિયાન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલ ‘ગુજરાત લો હેરાલ્ડ’ વેબસાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી જે.જે. પટેલે જણાવ્યું કે આ પ્લેટફોર્મની મદદથી વકીલો સરળતાથી તેમનું કામ ઓનલાઇન કરી શકશે અને તે રાજ્યના વકીલો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અન્ય મહાનુભાવોઍ પણ પ્રાસંગિક પ્રવચનો કરી બંને ન્યાયમૂર્તિઓને નવી જવાબદારી બદલ શુભકામનાઓ પાઠવી હતી.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
