News of Monday, 17th November 2025
માનવતા માટે દોડ..રેડક્રોસના આયોજનમાં જોડાતા જી.એસ. મલિક, નરહરિ અમીન

રાજકોટઃ રેડક્રોસ અમદાવાદ દ્વારા આયોજિત "Waves of Kindness"-Walk for Humanity અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, રાજયસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રેડ ક્રોસના ચેરમેન અજયભાઇ પટેલ, અમદાવાદ શાખાના મુકેશભાઇ પટેલ, અમિતભાઇ દોશી, સેક્રેટરી ડો. વિશ્વાસ અમીન, અન્ય ઉદ્યોગપતિઓની હાજરીમાં સિંધુ ભવન રોડથી શરૂ થઇ હતી. આ રેલીમાં થેલેસેમિયાના બાળકો, કેન્સર સર્વાઇવર્સ, દિવ્યાંગ બાળકોની સાથે બેન્કિંગ એન્ડ સામાજિક સંસ્થાના આગેવાનો, હિરામણી સ્કૂલ અને નિરમા યુનિવર્સિટીના અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, બ્રહ્માકુમારી અને અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ, રકતદાતાઓ અને રકતદાન શિબિર આયોજકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. શ્રી નરહરિ અમીને રેડક્રોસની ટીમને આ સફળ રેલીના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
