<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ખેડૂતોને વાવણીની મોસમ છે, પોર્ટલમાં પરેશાન ન કરો, સીધા ખાતામાં પૈસા આપો

સેવાદળના વડા લાલજીભાઇ દેસાઇની સ્‍પષ્‍ટ માંગણી

રાજકોટ તા.૧૭: ખેડૂત સહાય મુદ્દે  કોંગ્રેસ રાષ્‍ટ્રીય સેવાદળના અધ્‍યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ જણાવે છે કે, ગુજરાતના ખેડૂતો માવઠાથી પરેશાન છે. અને બીજી બાજુ... આમ તો, થોડા દિવસથી અમે કહીએ છીએ કે ‘‘એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી.'' ‘‘જૂઠા વાયદા, જૂઠા કામ.''

કારણ કે, આ જ સરકારે ૨૦૨૦ ની કિસાન સહાયની જે એમની યોજના છે, એ મુજબ ૪ હેક્‍ટરની મર્યાદામાં ૩૩ થી ૬૦% નું જ્‍યારે નુકસાન હોય ત્‍યારે વિઘે ૧ હેક્‍ટરે રૂ.૨૦,૦૦૦. એટલે કે રૂ.૮૦,૦૦૦ સુધી આપવું જોઈએ. સરકારે ૮૫% નુકસાનની જાહેરાત કરી. એ મુજબ  જોવા જઈએ તો જ્‍યારે ૬૦% કરતાં વધારે નુકસાન હોય ત્‍યારે હેક્‍ટરે રૂ.૨૫,૦૦૦ અને ૪ હેક્‍ટરની મર્યાદા. એટલે કે ખેડૂતોને રૂ.૧ લાખ મળવા જોઈએ ૪ હેક્‍ટરની મર્યાદામાં મળવાપાત્ર છે.

આ કિસાન સહાય યોજના સરકારે પોતે જાહેર કરેલી છે. સાથ સાથે SDRF (એસડીઆરએફ) નું હેક્‍ટરે રૂ.૨૨,૦૦૦ એટલે કે રૂ.૪૪,૦૦૦. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો સરકારે રૂ.૧,૪૪,૦૦૦ એ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવા જોઈએ. પોર્ટલના નામે સરકારે યોજનામાં કહ્યું કે ફોર્મ ભરો, ફોર્મ ભરો. લાઇનો લાગી છે, પોર્ટલ બંધ છે, ખેડૂત ધક્કા ખાય છે. એક બાજુ વાવણીની સીઝન હોય ત્‍યારે ખેડૂતોને આ રીતે હેરાન કરવાના!

ખેડૂત ખાતરની, દવાની, બિયારણની લાઈનમાં લાગે કે તમારા પોર્ટલની લાઈનમાં લાગે? ચૂંટણીઓ જીતવા માટે તો રૂ.૧૦,૦૦૦ ડાયરેક્‍ટ ખાતામાં જમા કરો છો, ત્‍યારે તો ફોર્મ નથી ભરાવતા. અહીંયા ખેડૂતોને ફોર્મ કેમ ભરાવો છો?  તમે તમારી યોજનાનો અમલ કરવાને બદલે ખેડૂતોને માત્ર વિઘે રૂ.૩,૫૦૦ જેવી... આવા ઐતિહાસિક નુકસાનમાં તમે મજાક કરી રહ્યા છો. તેમ લાલજીભાઇ દેસાઇ જણાવે છે.

(3:37 PM IST)