News of Monday, 17th November 2025
આદિજાતિ સમુદાય વિકાસના માર્ગે આગળ વધે : ગાંધીનગરમાં ગૌરવ વર્ષની ઉજવણી

ગાંધીનગરઃ ભગવાન શ્રી બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિ ઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતળત્વમાં આ વર્ષ ‘‘જનજાતીય ગૌરવ વર્ષ''૩ તરીકે ઉજવાઈ રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે અંતર્ગત મેયર શ્રી મીરાંબહેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યકમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર શ્રી મીરાંબહેને કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતા અનેક પર્વોની આ વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આદિજાતિના ગૌરવવંતા ઇતિહાસને દર્શાવતા જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી પણ થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ સમાજના છેવાડાના વંચિતો આદિજાતિઓને સમાન પ્રવાહમાં લાવવા અનેક યોજનાઓ અમલવારી બનાવી છે. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કળષ્ણએ કહ્યું છે કે, જન્મથી નહીં વ્યક્તિ કર્મથી મોટો છે ત્યારે ભગવાન શ્રી બિરસા મુંડા કે જેઓએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે એક નાના સમુદાયમાંથી મહાન સમાજ સુધારક અને સમાજ સંરક્ષક તરીકે જાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. બાંધવો અંધશ્રદ્ધા, કુરિવાજોને દૂર કરી સામાજિક મૂલ્ય અને શિક્ષણ સાથે પ્રગતિ કરી ઉજવણી કરે તેમ અનુરોધ કર્યો હતો. સમારોહમાં અગ્રણી શ્રી અનિલભાઈ પટેલે ભગવાન શ્રી બિરસા મુંડાના જીવન કવન વિશે અને તેમના દ્વારા સમાજને આપેલા દસ સુધારક વિચારો વિશે વિસ્તળત માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીન, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, અગ્રણી શ્રી આશિષ દવે, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
