તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 17th November 2025
સુરેન્દ્રનગર ખેલ મહાકુંભમાં લોન્ગ ટેનિસ રમતા ગાંધીનગરના SRPF જવાનને હાર્ટ એટેક આવ્યો :સારવાર દરમિયાન મૃત્યુ
સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે આયોજિત ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા SRPF જવાન રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું અચાનક હૃદય બેસી જવાથી કરૂણ મોત નીપજ્યું

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે આયોજિત ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એક SRPF જવાનનું અચાનક હૃદય બેસી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખેલ મહાકુંભના મેદાનમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતક જવાનની ઓળખ રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવ તરીકે થઈ છે. રાઘવદાસ વૈષ્ણવ ખેલ મહાકુંભની લોન્ગ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા.
રમત રમતા સમયે જ અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા. આ બનાવ બનતા તાત્કાલિક અન્ય લોકોએ મદદ માટે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાઘવદાસ વૈષ્ણવનું મોત હાર્ટ એટેક આવવાથી નીપજ્યું છે.
આર્મી અને પોલીસ જેવી ફિટનેસ ધરાવતા જવાનોનું પણ સ્પર્ધા દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થવું એ યુવાનોમાં વધી રહેલી હૃદયરોગની સમસ્યા તરફ ગંભીર ઈશારો કરે છે. ખેલ મહાકુંભ જેવા આયોજનમાં આ કરુણ ઘટનાથી ખેલ જગતમાં શોક છવાયો છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
