News of Tuesday, 18th November 2025
સુરત એરપોર્ટ પર એક મુસાફર પાસેથી હાઈબ્રીડ ગાંજો ઝડપાયો :4.055 કી.ગ્રા.ગાંજાના 8 પેકેટ મળ્યા: રૂ 1.41 કરોડનો ગાંજો જપ્ત
બેંગકોકથી સુરત આવેલા મુસાફર પાસેથી ગાંજો મળી આવ્યો: ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુસાફરને ઝડપ્યો.

સુરત એરપોર્ટ પર એક યુવક 4 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો છે. ઝડપાયેલા જથ્થાની બજાર કિંમત 1 કરોડથી વધુ થાય છે. આરોપીને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગત રોજ બુધવાર 17મી નવેમ્બરના સાંજના સુમારે 7.30 વાગ્યે બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-263માં આવેલા એક શંકાસ્પદ મુસાફરના મુસાફરના માલ-સામાનની તપાસ કરતા તેની પાસેથી રૂ.. 1, 41, 92, 500ના અંદાજિત 4.055 કિલોગ્રામ વજનનાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)નાં 8 પેકેટ મળી આવ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત એરપોર્ટ પરથી એક ઈસમને ગાંજાના જત્થા સાથે ઝડપી પાડ્યો હતો. બેંગકોકથી સુરત આવેલી ફ્લાઈટમાં ઝાફરખાન નામનો ઇસમ ગાંજાના જત્થા સાથે સુરત એરપોર્ટ પર આવ્યો હતો તે દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
તેની પાસેથી તપાસ કરતા 4 કિલો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિમંત 1.41 કરોડ રૂપિયા થાય છે. CISF અને પોલીસની મદદથી મુસાફરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસ પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુસાફરને કસ્ટડીમાં લઈને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
