News of Tuesday, 18th November 2025
સડક સંવેદના કાર્યક્રમ વિશે જાણી તમામ શહેરો, ગામમાં આ અભિયાન શરૂ થવું જોઈએ તેવા ઉદગાર મોઢામાંથી નીકળ્યા વગર નહિ રહે
માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ, જીવ બચાવનારની જાહેર કદરદાની, તંત્ર અને લોકોએ સાથે મળી કાળજી રાખવાનો વડોદરામાં બહોળી સંખ્યામાં યોજાયેલ કાર્યક્રમમાં સીપી નરસિંહમાં કોમાર ભાવુક બન્યા

રાજકોટ, તા.,૧૮: માનવીય અભિગમ ધરાવતા વડોદરાના પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમાર દ્વારા તાજેતરમાં એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજ્યો જેને નામ આપવામાં આવ્યું સડકની સંવેદના, આટલું વાંચ્યા પછી એમ થાય સડકની સંવેદના એટલે શું? સંસ્કારી નગરી વડોદરાને કોમી તોફાનો,ધાર્મિક યાત્રાઓ પર પથ્થર ફેંકવા, લુખ્ખાઓ, બૂટલેગરો અને દારૂ પી નાગરિકોંને ત્રાસ આપતા લોકોની છાપ ભૂંસી નાખવામાં રાત દિવસ ઝઝૂમી રહેલ આ સિનિયર IPS નરસિંહમાં કોમાર માર્ગ અકસ્માતમાં મોત અને ગંભીર ઘાયલની વધતી સંખ્યા થી ખૂબ દુઃખ અનુભવી રહ્યા હતા
ગત વર્ષ દરમિયાન મળત્યુ પામનાર લોકોને શ્રધાંજલિ અર્પવા, ઘાયલ લોકોને સહાનુભૂતિ દર્શાવવા અને ટ્રાફિક પોલીસ સહિતની પોલીસ દ્વારા આવા માર્ગ અકસ્માત ઘટાડવા દિલથી પ્રયાસ કરનારને સન્માનવા, વિગેરે ટ્રાફિક સેન્સ માટે ખૂબ જરૂરી કાર્યક્રમ યોજ્યો હતો.
સદર પોગ્રામમાં શ્રી નરસિંમ્હા કોમાર, પોલીસ કમિશ્રરશ્રી વડોદરા શહેર, શ્રી ડો.લીના પાટીલ અધિક પોલીસ કમિશ્રરશ્રી વડોદરા શહેર, શ્રી એસ.એ.પટેલ કમિશ્રરશ્રી, રોડ સેફટી ઓથોરીટી, શ્રી સંકેત પટેલ- ચીફ એન્ફોર્સમેન્ટ ઓફીસર, ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, ડો. સુબ્રતો દાસ- લાઈફલાઈન ફાઉન્ડેશનના CEO અને મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી પ્રેમરાજ કશ્યપ- પેટ્રોન લાઈફલાઈન ફાઉન્ડેશન અને શ્રી રંજન અથ્થર બરોડા મેડીકલ કોલેજના ડીન, શ્રી ડો. મિનુ પટેલ ટ્રોમા સર્જન, શ્રી બિપ્પલ બિસ્વાસ ED-ગુજરાત રીફાઈનરી તેમજ તમામ નાયબ પોલીસ કમિશ્રરશ્રીઓ, વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ, TRB, SPCના સ્ટુડન્ટ, RTO, VMC, NHAIના અધિકારીશ્રીઓ, GSRTCના ડ્રાઈવર અને કંડક્ટર, વિવિધ NGOs સંસ્થાઓ, ઓટો રીક્ષા ડ્રાઈવર, ટેક્ષી/કેબ ડ્રાઈવર, ડ્રાઈવીંગ સ્કુલ, ટ્રક ડ્રાઈવર, વ્હિકલ ડીસ્ટ્રીબ્યુટર, અલગ અલગ CHC સેન્ટરના મેડીકલ ઓફીસર, SSG હોસ્પીટલ અને GMERS મેડીકલ કોલેજના મેડીકલ ઓફીસર, અકસ્માતમાં ભોગ બનનારના પરીવાર તેમજ માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પીટલ/ટ્રોમા સેન્ટરમાં પહોંચાડનાર/ મદદગાર વ્યક્તિઓ મળી કુલ-૭૮૧ હાજર રહેલ.
ગુજરાત રાજ્યમાં સને ૨૦૨૪માં ૧૮,૯૬૫ અકસ્માતો નોંધાયા હતાં જેના કારણે ૮,૦૬૮ લોકો મળત્યુ અને ૧૮,૫૧૩ વ્યક્તિઓને ઈજા થયેલ હતી જ્યારે વડોદરા શહેરમાં સને ૨૦૨૪માં ૫૮૪ અકસ્માતો નોંધાયેલા હતાં જેના કારણે ૧૯૧ લોકોના મળત્યુ અને ૪૯૯ લોકોને ઈજા થયેલ હતી. જ્યારે ચાલુ વર્ષે ૪૬૮ અકસ્માત નોંધાયા છે જેના કારણે ૧૫૫ લોકોના મળત્યુ થયા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ, વડોદરા શહેર પોલીસ દ્રારા માર્ગ અકસ્માતને ઘટાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
સડકસંવેદના કાર્યક્રમમાં ખાસ લોકોને રોડ અકસ્માતથી ભોગ બનેલ લોકોની મદદ કરવા તથા રોડ અકસ્માતથી કઈ રીતે બચી શકાય તે અંગે અવેરનેસ કરવામાં આવેલ તેમજ વડોદરા શહેરના લોકોને ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન અનુસરવા પોલીસ કમિશ્રરશ્રી, વડોદરા શહેર દ્રારા જણાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ તથા TRB જવાનો કે જેઓએ ટ્રાફિક એન્ફોર્સમેન્ટને લગતી ઉત્કળષ્ટ કામગીરી કે માર્ગ અકસ્માતને ઘટાડવા પ્રેરણારૂપ કામગીરી કરેલ છે તેઓને તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોના જીવન બચાવવામાં મદદ કરેલ હોય તેવા રાહવીરોને પણ સન્માનીત કરવામાં આવેલ.
આમ, વડોદરા શહેર પોલીસ કમિશ્રરશ્રી દ્રારા વડોદરા શહેરના લોકોની સલામતી સુરક્ષા જાળવવા હૃદયસ્પર્શી અપીલ થયેલ.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
