News of Tuesday, 18th November 2025
દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે:રાજયના મંત્રી પી.સી.બરંડાના દારૂ પીવા મામલે નિવેદનથી નવો વિવાદ
વાયરલ વિડીઓમાં મંત્રી પી.સી. બરંડા જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડ્યા

છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ સ્ટેજ પરથી કરેલા સંબોધનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પી.સી. બરંડા જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડે છે અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું જ્યારે 2015માં DSP તરીકે આવ્યો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા. સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણુ ચલાવવુ પડે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મંત્રી બરંડા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
રાજ્ય કક્ષાના મંત્રી પુનમચંદ બરંડા (પી.સી. બરંડા) ના વિવાદિત ‘દારુવાળા’ નિવેદને નવો વિવાદ ઊભો કર્યો છે. રાજ્યના ટ્રાઇબલ મંત્રી પી.સી.બરંડાની દારૂ પીવાની સલાહ? એવી ચર્ચાઓ વેગવંતી થઈ રહી છે. નસવાડીમાં યોજાયેલ ગૌરવ યાત્રાનો વીડિયો વાયરલ થતા હવે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. આ વાઇરલ વીડિયોમાં છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા હતા ત્યારની વાત કરતા હોય તેમ જણાઈ રહ્યું છે
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
