News of Tuesday, 18th November 2025
સુરતમાં બાળક અને પિતા પર હુમલા કેસમાં એક કિશોર, તેના મામા સહીત ત્રણ આરોપીઓની ધરપકડ
બાળકના માતાએ હુમલાખોરના પરિવારને ફરિયાદ કરતાં બીજા દિવસે હુમલાખોરે માતાને ધમકી આપી અને ત્રીજા દિવસે અન્ય બાળક પર પણ હુમલો કર્યો

સુરતમાં બાળક અને તેના પિતા પર થયેલા હુમલા કેસમાં ACP એન.પી. ગોહિલે ખુલાસો કરતા જણાવ્યું કે, નવાગામમાં રહેતા શરદ પાટીલના 10 વર્ષના પુત્ર પર 15મી તારીખે શાળાએથી ઘરે આવતી વખતે એક કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટના મોતી એસ્ટેટ 1, નવાગામ પટેલ ફળિયામાં બની હતી. બાળકના માતાએ હુમલાખોરના પરિવારને ફરિયાદ કરતાં બીજા દિવસે હુમલાખોરે માતાને ધમકી આપી હતી અને ત્રીજા દિવસે અન્ય બાળક પર પણ હુમલો કર્યો હતો. આ કેસમાં હુમલાખોર કિશોર અને તેના મામા સિદ્ધાર્થ ભામરે સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
