News of Wednesday, 19th November 2025
ગુજરાત માહિતી આયોગમાં “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણી: આયોગની મહિલાઓની નવતર પહેલ
આયોગની મહિલાઓએ શુભેચ્છા સંદેશ, પુષ્પ અને ચોકલેટથી આયોગના તમામ પુરૂષોને પ્રોત્સાહિત કર્યા

ગાંધીનગર :“ ઇન્ટરનેશનલ વુમન્સ ડે”, “ઇન્ટરનેશનલ મધર્સ ડે ”, “ઇન્ટરનેશનલ ડોટર્સ ડે ” – વગેરે પરંપરાગત રીતે મહિલાકેન્દ્રી ઉજવણીથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ આજે ગુજરાત માહિતી આયોગની મહિલાઓએ “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણી કરી તદ્દન નવી કેડી કંડારી છે. આયોગની મહિલાઓએ શુભેચ્છા સંદેશ, પુષ્પ અને ચોકલેટથી આયોગના તમામ પુરૂષોને પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્ય માહિતી કમિશ્નરના અધ્યક્ષપદે “ ઇન્ટરનેશનલ મેન્સ ડે " ની ઉજવણી માટે એક સમારંભ આયોગ ખાતે યોજાયો હતો. આ સમારંભમાં આયોગના વિવિધ કાર્યક્રમોમાં પુરૂષોની સક્રિય સહભાગિતાની ઝલક દર્શાવતો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ તબક્કે પુરૂષોની સહભાગિતા, સહકાર માટે આયોગની મહિલાઓ દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરકારી કચેરીઓમાં પ્રથમ વખત “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણીનુ આયોજન કરવાની નવતર પહેલ માટે તથા કૌટુંબિક વાતાવરણની અનુભૂતિ કરાવવા માટે આયોગ તેના તમામ મહિલા કર્મચારી/અધિકારીઓને બિરદાવે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
