<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે:ચૈતર વસાવા

પંજાબ,દિલ્હી અને ગુજરાતમાં લોકસભા કે વિધાનસભામાં પણ બેઠકોની વહેંચણી બાબતે સંકલન ન થતા ગઠબંધન નહોતું થયુ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.20  : રાજ્યમાં ટૂંક સમયમાં યોજનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપના ધારાસભ્યએ AAP કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે તેવા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે.

ગઈકાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે અને એકલા હાથે ચૂંટણી લડશે.

તેમના આ સૂચક નિવેદને રાજકીય માહોલમાં ભારે ચર્ચા જગાવી છે જો કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ આપની કેન્દ્રીય નેતાગીરીએ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

ઉલ્લેખની છે કે અગાઉ પંજાબ, દિલ્હી અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓમાં બેઠકની વહેંચણી બાબતે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન સકય બન્યું નહોતું હવે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે ચૈતર વસાવાના નિવેદનથી રાજકીય માહોલ ઞરમાયો છે.

(10:55 AM IST)