<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

હવે ગુજરાત વોટરલિસ્‍ટ પોર્ટલ પરથી ૨૦૦૨ની વિગતો પણ મેળવી શકાશે

૨૦૦૨ની યાદીમાં નામ શોધવામાં મુશ્‍કેલી પડતા નવું પોર્ટલ લોંચ કરાયું

 

અમદાવાદ તા.૨૧: સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન અંતર્ગત રાજ્‍યના દરેક જિલ્‍લાના મતદારોને ૨૦૦૨ની મતદારયાદીમાં પોતાનું કે સંબંધીનું નામ શોધવામાં ખૂબ જ મુશ્‍કેલી પડી રહી છે. ૨૦૦૨ની મતદારયાદી સંદર્ભે પૂરતી માહિતીના અભાવે મતદારો ફોર્મ ભરવામાં ગોથા ખાઈ રહ્યા છે.

બીજા શબ્‍દોમાં કહીએ તો રાજ્‍યભરના સેંકડો મતદારો ચકરાવે ચઢ્‍યાં છે. ત્‍યારે મતદારોની સરળતા માટે હવે ગુજરાત વોટરલિસ્‍ટ નામનું નવું પોર્ટલ લોંચ કરવામાં આવ્‍યું છે. ગુજરાત વોટરલિસ્‍ટ નામના પોર્ટલ પર જિલ્‍લો, વિધાનસભા અને મતદારનું નામ લખતા જ ૨૦૦૨ની યાદીમાં રહેલું નામ, ભાગ અને કમાંક નંબર મળી જશે. સુરત શહેર અને જિલ્‍લાની ૧૬

વિધાનસભામાં ૪૮.૭૩ લાખ મતદારો છે. આ ૪૮.૭૩ લાખ મતદારો પૈકી ૪૮.૩૯ લાખ મતદારોને SIR ચકાસણીના ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્‍યા છે. હવે મતદારોએ ૨૦૦૨ની મતદારયાદી મુજબની વિગતો ભરીને ફોર્મ ભરીને પરત કરવાનું છે. જેમનું નામ ૨૦૦૨ની મતદારયાદીમાંથી નથી તેવા મતદારોએ પોતાનાં માતા-પિતા અથવા દાદા-દાદીના નામ સંદર્ભની માહિતી ફોર્મમાં ભરવાની છે. જે મતદારોનું નામ ૨૦૦૨ની યાદીમાં નથી તેમણે માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ જે વિધાનસભામાં હતું તે વિધાનસભાનું નામ, ભાગ નંબર અને મતદારયાદમાં જે ક્રમે નામ હોય તે ક્રમાંક નંબર લખવાનો છે.

હવે મોટાભાગના મતદારોને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે લઈ પોતાના સંબંધીનું નામ કઈ રીતે મળે તેની માહિતી નથી. આ માહિતીના અભાગે મોટાભાગના મતદારો ચકરાવે ચઢ્‍યાં છે. ફોર્મ ભરવાનો આરંભ થયાને ૧૭ દિવસ બાદ પણ મોટાભાગના મતદારો એન્‍યુમરેશન ફોર્મ ભરી શક્‍યા નથી. ત્‍યારે મતદારોને પડી રહેલી હાલાકીને ધ્‍યાને GUJARAT VOTERLIST.COM નામનું નવું પોર્ટલ લોંચ કરવામાં આવ્‍યું છે. આ પોર્ટલ પરથી મતદારો સરળતાથી ૨૦૦૨ની યાદીમાં પોતાનું નામ શોધી શકશે. આ પોર્ટલ પર કિલક કર્યા બાદ સૌપ્રથમ જિલ્‍લો પસંદ કરો, ત્‍યારબાદ વિધાનસભા અને પછી મતદારનું નામ લખી સર્ચ ઓપ્‍શન પર કિલક કરશો તો મતદારની સંપૂર્ણ માહિતી મળી જશે.(૩૮.૧૨)

 

 

 

 

(10:10 AM IST)