આઈપીએલ ૨૦૨૬માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ઐતિહાસિક પ્રદર્શન : ગુજરાત ટાઈટન્સને કચડીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું આરસીબી : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીની મેગા ઈનિંગ્સ : ફાઈનલમાં ૫ વિકેટે ભવ્ય વિજય મેળવી આરસીબીએ ટ્રોફી ડિફેન્ડ કરનારી ચેન્નાઈ અને મુંબઈ બાદ ત્રીજી ટીમ બની ઈતિહાસ રચ્યો : ૨૫ બોલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારી કિંગ કોહલીએ ૭૫ રન સાથે અણનમ રહીને મેચ ફિનિશ કરી : ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગ11:38 PM IST
ઈરાન સાથેની ડીલમાં ડોનાલ્ડ ટ્રમ્પની નવી મોટી શરતો: ફ્રીઝ થયેલી સંપત્તિ નહીં મળે, લેબનોનમાં યુદ્ધવિરામ નહીં અને યુરેનિયમ સોંપવું પડશે: ટ્રમ્પે ઈરાન સાથેના પ્રસ્તાવિત કરારમાં અત્યંત કડક ફેરફારો સૂચવ્યા છે, જેમાં પરમાણુ સામગ્રી અંગેના નિયમો આકરા બનાવાયા : ઈરાન શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવશે, તેમની પાસે કોઈ જ તાકાત બચી નથી: ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં અમેરિકન પ્રેસિડેન્ટ નવા મિજાજમાં: સમાધાન ફરી ડગમગવા લાગ્યુ: યુદ્ધની ફરી ધમકી આપી10:48 AM IST
ભાવગીતોની સમ્રાજ્ઞી અને સૂર સામ્રાજ્યનો અણમોલ સિતારો કાળના પડદા પાછળ છુપાયો : પદ્મભૂષણથી સન્માનિત પીઢ પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુર સૂરમયી સફર સમેટી અનંતમાં વિલીન : મુંબઈમાં ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા સંગીત જગતના સુવર્ણ યુગનો અંત : અવિભાજિત ભારતના ભવાનીપુરમાં જન્મેલા અને ગઝલસમ્રાટ તલત મહેમૂદના પારખુ નજરે બોલિવૂડમાં પ્રવેશેલા કલાકારના નિધનથી દેશભરમાં ઘેરો શોક8:54 AM IST
જૂન મહિનાના પ્રારંભે જ જનતાને મોંઘવારીનો જોરદાર ઝટકો: ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹૪૨ સુધીનો તોતિંગ વધારો, પેટ્રોલ-ડીઝલના નિકાસ પરની ડ્યુટીમાં ઘટાડો : નવી દિલ્હીમાં નવો ભાવ ₹૩૧૧૩.૫૦ થયો જ્યારે કોલકાતામાં સૌથી વધુ ₹૫૩.૫૦ અને મુંબઈમાં ₹૪૩.૫૦ વધ્યા: ગૃહિણીઓ માટે રાહત, ઘરવપરાશના રાંધણ ગેસના ભાવ યથાવત પણ હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘું થશે6:29 AM IST
હિમાચલ પ્રદેશની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ત્રણ કોર્પોરેશન પર ભગવો લહેરાવ્યો: સતા ધારી કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો : કુલ 63 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો પર વિજય મેળવ્યો જ્યારે કોંગ્રેસ 23 બેઠકો સાથે બીજા ક્રમે: ભાજપે મંડી, ધર્મશાલા અને સોલન કોર્પોરેશનમાં ભવ્ય જીત નોંધાવી : પાલમપુરમાં કોંગ્રેસે 15 માંથી 11 વોર્ડ જીતીને આબરૂ બચાવી 10:58 PM IST
અંડરવર્લ્ડનો હાઈવોલ્ટેજ ડ્રામા: બે દેશો, એક જાસૂસી યુદ્ધ અને દાઉદના 'ખાસ' શૂટરનું લોહિયાળ કાવતરું : થાઈલેન્ડની કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા વિરુદ્ધ પાકિસ્તાની જૂઠાણાનો જંગ: કેવી રીતે ISI એ DNA રિપોર્ટને દબાવીને મુન્ના ઝીંગરાને આતંકના નવા મિશન માટે કરાચી ભેગો કર્યો અને હવે ભારત પર તોળાઈ રહેલું પરમાણુ જોખમ9:14 PM IST
હરિદ્વારમાં આસ્થાનું પૂર ઉમટ્યું : પુરુષોત્તમ માસ અને પૂર્ણિમાના ત્રિવેણી સંગમે હજારો ભક્તોએ ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી : પુરુષોત્તમ માસ (અધિક માસ) અને પૂર્ણિમાના પવિત્ર સંયોગને પગલે ભક્તિનો મહાસાગર છલકાયો: પ્રખ્યાત 'હર કી પૌડી' ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને તર્પણ માટે ઉમટી પડ્યા9:12 PM IST
CBSEનો મોટો ‘યુ-ટર્ન’: પહેલા જે ખામીઓને અફવા ગણાવી: હવે તેને સ્વીકારીને IIT નિષ્ણાતોની મદદ લેવી પડી : ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં સુરક્ષાના ગાબડાં હોવાની કબૂલાત કરતા બોર્ડે સોશિયલ મીડિયા પર માફી જેવો સૂર આલપ્યો : 98 લાખ ઉત્તરવહીઓના ડિજિટલ મૂલ્યાંકન પર સર્જાયેલા વિવાદ બાદ હવે IIT કાનપુર અને મદ્રાસની ટીમ સિસ્ટમને હેક-પ્રૂફ બનાવવા મેદાનમાં ઉતરી8:19 PM IST
ચોરવાડનાં ખેત મજુરની દીકરી કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો : સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા એક વર્ષ ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી: હોંગકોંગમાં યોજાયેલી સ્પર્ધામાં 4x100 મીટર રિલેમાં ભારતને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા7:27 PM IST
લોકશાહીનું મહાઅભિયાન: 4 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો ત્રીજો તબક્કો શરૂ : ઘરે-ઘરે જઈને BLO ફોર્મ એકત્રિત કરશે : ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં 30 મેથી નોંધણી પ્રક્રિયાના શ્રીગણેશ : 28 જૂન સુધીમાં ફોર્મ ભરનારાઓને ડ્રાફ્ટ યાદીમાં સ્થાન મળશે, ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નામ નોંધાવવાની તક7:09 PM IST
દિલ્હીમાં કાળમુખી હોનારત: સાકેત મેટ્રો સ્ટેશન નજીક ત્રણ માળની આખી કોમર્શિયલ ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં ૨૬ વર્ષીય યુવાનનું કરુણ મોત : ગેરકાયદે બાંધકામ વચ્ચે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ધરાવતી બિલ્ડિંગનો કાટમાળ વિદ્યાર્થીઓની કેન્ટીન પર પડતાં આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ4:25 PM IST
બંગાળમાં નવો રાજકીય ગરમાવો: 'અભિષેક બેનર્જીને કોઈ મોટી ઈજા ન હોવા છતાં મમતાએ હોસ્પિટલ પર દબાણ કર્યું', ભાજપનો ઓડિયો ક્લિપ સાથે ગંભીર આરોપ : ચૂંટણી પછીની હિંસાના પીડિતોને મળવા ગયેલા ટીએમસી નેતા પર હુમલા બાદ હાઇ-પ્રોફાઇલ ડ્રામા, ભાજપે સીએમ પર બેલે વ્યુ હોસ્પિટલના સીઈઓને ધમકાવવાનો લગાવ્યો આક્ષેપ4:24 PM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...4:39 PM IST
ગુજરાતમાં આજથી ૨ જૂન સુધી ભારે વરસાદ અને ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીથી ઓરેન્જ એલર્ટ જાહેર : અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને તમિલનાડુ સહિત ૧૦ રાજ્યોમાં પાંચમી જૂન સુધી ગાજવીજ અને કરા સાથે તોફાની વરસાદનો ખતરો3:30 PM IST
મુંબઈમાં વહેલી સવારે મેઘરાજાનું આગમન: પ્રિ-મોન્સૂન વરસાદથી વાતાવરણમાં ઠંડક : જુઓ વિડીયો : ગરમી અને ઉકળાટથી ત્રસ્ત મુંબઈગરાને મોટી રાહત: કોલાબા, મરીન ડ્રાઇવ, અંધેરી, જુહુ, બાંદ્રા અને સાંતાક્રુઝ, ચેમ્બુર, ઘાટકોપર અને કુર્લાના કેટલાક ભાગો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી મધ્યમ વરસાદ નોંધાયો3:36 PM IST
બંગાળમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: અભિષેક બેનરજી બાદ ટીએમસીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજી પર જીવલેણ હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ : હુગલીમાં આવેદનપત્ર સોંપવા જઈ રહેલા સાંસદને પ્રદર્શનકારીઓએ ઘેરીને લાતો-મુક્કાનો માર માર્યો; હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો તૃણમૂલ કોંગ્રેસનો ગંભીર આક્ષેપ.1:09 PM IST
મોલની અંદર હોડી ફેરવનારો જ નીકળ્યો 'મહાઠગ': ગ્રાન્ડ વેનિસ મોલના માલિક સતીન્દર ભસીનની ED દ્વારા ધરપકડ : ખરીદદારોના કરોડો રૂપિયા ડૂબાડ્યા : વૈભવી ઇટાલિયન સ્થાપત્ય અને ગોંડોલા રાઇડના નામે સેંકડો રોકાણકારો સાથે આચરી છેતરપિંડી : સુપ્રીમ કોર્ટના આદેશોની ઐસીતૈસી કરનાર બિલ્ડર મોન્ટુ ભસીનને પીએમએલએ કોર્ટે ૬ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં ધકેલ્યો10:00 PM IST
દેશની રાજધાની દિલ્હીમાં ભયાનક દુર્ઘટના : મહરૌલીમાં પાંચ માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી : અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા : સાંજે અચાનક બદલાયેલા હવામાન વચ્ચે ધૂળની ડમરીઓ અને ભારે વરસાદ દરમિયાન સૈદુલાજબ વિસ્તારની ઇમારત કડાકાભેર તૂટી પડી : ફાયર બ્રિગેડ અને પોલીસે ૪ લોકોને જીવતા બહાર કાઢ્યા : બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ9:58 PM IST
હિન્દી પત્રકારત્વના 200 વર્ષનો સુવર્ણ ઈતિહાસ: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ‘ઉદંત માર્તંડ’ ના માનમાં બહાર પાડી ખાસ સ્મારક ટપાલ ટિકિટ : પત્રકારત્વ એ વ્યવસાય નહીં પણ રાષ્ટ્રીય જાગૃતિની ચળવળ: દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનો સંદેશ, હિન્દી પત્રકારત્વના બદલાતા સ્વરૂપ અને નૈતિક મૂલ્યો પર ભાર10:02 PM IST
ચીનની મહાખતરનાક ચાલ: રણપ્રદેશમાં બનાવી રહ્યો છે ગુપ્ત 'પરમાણુ કિલ્લો': સેટેલાઇટ તસવીરોથી ડરી ગયું અમેરિકા : શિનજિયાંગ અને ગાંસુના રણમાં ૮૦થી વધુ લોન્ચ પેડ અને અષ્ટકોણીય લશ્કરી મથકોનું આક્રમક બાંધકામ : પ્રથમ પરમાણુ હુમલો વેઠ્યા બાદ પણ દુનિયાને નકશામાંથી ભૂંસી નાખવાની 'સેકન્ડ-સ્ટ્રાઇક' ક્ષમતા વધારવા ડ્રેગનનો મોટો ખેલ10:03 PM IST
સ્ટારબક્સમાં AI ફ્લોપ: ફક્ત ૯ મહિનામાં કંપનીએ આખી સિસ્ટમનું પડીકું વાળી દીધું: કર્મચારીઓ ત્રાસ્યા : નોમાડગો કંપનીનું જે AI ટૂલ કરોડોનો ખર્ચ બચાવવા માટે લવાયું હતું તે જ બરબાદીનું કારણ બન્યું : સ્ટોક ગણવામાં લોચા અને ખોટા ઓર્ડર આપવાની ખામીઓથી કંટાળીને આખરે ટેકનોલોજીને હંમેશા માટે કરાઈ નિવૃત્ત10:19 PM IST
દુનિયામાં વાગ્યો ભારતની સેનાનો ડંકો: ફિલિપાઇન્સ બાદ હવે આ પાવરફુલ દેશ પણ સેનામાં સામેલ કરશે 'બ્રહ્મોસ' મિસાઇલ : વિયેતનામે ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ખરીદવાના સોદા પર લગાવી મહોર : ઇન્ડોનેશિયા સાથે પણ ડીલ અંતિમ તબક્કામાં : ચીનના નાક નીચે સાઉથ ચાઇના સીમાં ભારતીય બ્રહ્માસ્ત્ર તૈનાત થતાં વૈશ્વિક સંરક્ષણ બજારમાં મચ્યો હડકંપ10:35 PM IST
સોનારપુર હિંસામાં અભિષેક બેનર્જીને ગંભીર ઈજા: માથામાં ગંભીર ફટકો વાગતા હોસ્પિટલમાં દાખલ, મમતા બેનર્જીએ સારવારમાં બેદરકારીનો લગાવ્યો આરોપ : રાજકીય ગરમાવો: વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત અભિષેકને એકમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડાયા, વિપક્ષી નેતાઓએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલો11:17 PM IST
જાપાન એશિયન પેરા ગેમ્સનું સપનું રોળાયું: બેંગલુરુથી સુવર્ણ ચંદ્રક જીતીને પરત ફરેલા આંતરરાષ્ટ્રીય દોડવીર ચિરાગ ત્યાગીની ગાઝિયાબાદમાં ગોળી મારી કરપીણ હત્યા : બેંગલુરુમાં ધમાકેદાર પ્રદર્શન કરી વતન પાછા ફરેલા એકમાત્ર આશાસ્પદ યુવાન પુત્રનો સાંઈ ઉપવનમાંથી લોહીલુહાણ મૃતદેહ મળતાં ખેલજગત સ્તબ્ધ; ગર્લફ્રેન્ડ અને કોચની પૂછપરછ શરૂ12:08 AM IST
યુવાનો માટે ચેતવણીરૂપ લાઈફસ્ટાઈલ: 'વીકએન્ડ સ્મોકિંગ' એ કૂલ દેખાવાનો શોખ નથી પણ ધીમા પગલે આવતો સાયલન્ટ કિલર છે, નિષ્ણાતોનો ચોંકાવનારો ખુલાસો : પાર્ટીઓમાં ક્યારેક જ સિગારેટ પીવાની આદત ફેફસાં અને હૃદયને કરે છે છિન્નભિન્ન; પ્રદૂષણની સાથે ધૂમ્રપાનનો ડબલ ફટકો યુવા પેઢીને ધકેલી રહ્યો છે ગંભીર બીમારીઓ તરફ12:18 AM IST
બોસ્ટન અને રોડ આઇલેન્ડના વિશાળ આકાશમાં રહસ્યમય ધડાકો: ડેશકેમમાં કેદ થયેલા દ્રશ્યોએ અમેરિકામાં મચાવ્યો ભારે ખળભળાટ, લોકોમાં ગભરાટ : ઇસ્ટર્ન મેસેચ્યુસેટ્સ વિસ્તારમાં અચાનક થયેલા વિસ્ફોટનો વીડિયો વાયરલ, કારણ હજુ અકબંધ: બોસ્ટન વિસ્તારમાં 'બ્લેકવ્યુ ડીઆર૯૦૦એક્સ પ્લસ' ડેશકેમમાં નોંધાયેલો રહસ્યમય વિસ્ફોટ સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો12:41 AM IST
તિરુવલ્લુવરની તસવીરને ભગવો રંગ લગાવવા મુદ્દે તામિલનાડુમાં રાજકીય ગરમાવો: ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનનો આકરો પ્રહાર: મહાન સંત કવિના અપમાન મુદ્દે ઉધયનિધિએ સખત શબ્દોમાં નોંધાવ્યો વિરોધ : રાજભવનમાં સંતની તસવીરને ભગવા વસ્ત્રો પહેરાવાતાં વિવાદ; ઉદયનિધિએ સત્તાધારી સોફા-મોડેલ સરકાર અને રાજ્યપાલની ફાસીવાદી માનસિકતા પર કર્યા આકરા પ્રહારો12:49 AM IST
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન અને કડક તપાસની અસર: હવે અંધારામાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ સરહદે ઉમટ્યા, વતન પાછા ફરવા કરી રહ્યા છે કાલાવાલા : ભારત-બાંગ્લાદેશ હકીમપુર બોર્ડર પર કૂલી-મજૂરો સહિત સેંકડો ઘૂસણખોરોની લાગી લાંબી લાઈનો; સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને નવી સરકારના ડરથી સાચી ઓળખ જાહેર કરવા મજબૂર12:53 AM IST
પંજાબમાં સ્થાનિક ચૂંટણીઓ જીત્યા બાદ ભગવંત માન સરકારનો માસ્ટરસ્ટ્રોક: ૬૫,૦૦૦ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાનો અને ૭ ખાસ અદાલતો સ્થાપવાનો મોટો નિર્ણય : વર્ષો જૂની શોષણયુક્ત આઉટસોર્સિંગ પ્રણાલી નાબૂદ કરી ખાનગી કોન્ટ્રાક્ટરોની કરાશે છુટ્ટી; રાજ્યના ૫૧ સરકારી વિભાગોના હજારો કામદારોને મળશે સીધો સરકારી નોકરીનો લાભ અને ગૌરવપૂર્ણ જીવન1:06 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાનવસારી જિલ્લામાં રાજ્યનો અને દેશનો સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરાયો : ખેડૂતો માટે તૈયાર કરાયેલી ‘FSAS’ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા જ સહકારી મંડળીઓ અને ખાતરની જથ્થા અંગે જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.11:55 PM IST
આમલેથા પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ કિ.રૂ 3,30 લાખનો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા : ( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા પોલીસે હાલ દારૂ અને જુગાર પર લાલ કરી રેડો પાડી ગુના દાખલ કરે છે જેમાં હાલ માં આમલેથા પો.સ્ટે. વિસ્તારમાંથી એલસીબી પોલીસે કુલ કિ.રૂ 3,30,432/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે.9:36 PM IST
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે માત્ર એક વર્ષમાં હીમોફીલીયાના ૬૬૯ દર્દીઓને રૂ.૧૭ કરોડથી વધુની સારવાર નિ:શુલ્ક અપાઈ:- આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા : જુઓ વિડીયો : રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સંવેદનશીલ અભિગમને પરિણામે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેંકડો જીવ બચાવવામાં અમે સફળ રહ્યા છીએ ;- તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશી7:25 PM IST
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું: પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લીધી: એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ: જામવાળા, બાબરિયા અને જસાધાર કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઈ વન વિભાગ અને પશુચિકિત્સકોની કામગીરી સમીક્ષા કરી7:24 PM IST
રમશે બાળક, ખીલશે બાળક : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ થયેલા અભિયાનમાં મુખ્યમંત્રી સહભાગી થયા :રમકડાંના દાનથી બાળકોમાં સંવેદના અને વહેંચણીના સંસ્કારો વિકસે છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 7:20 PM IST
સુરતમાં લેબગ્રોન ડાયમંડના નામે છેતરપિંડી :રૂ.3.50 કરોડનું રોકાણ કરાવી પ્લાન્ટનું ઉત્પાદન બંધ કરી રૂપિયા પરત ના આપ્યા દીધું :બે લોકોની ધરપકડ : એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારોએ એક વેપારીને ફેક્ટરીમાં મશીનરી ઇન્સ્ટોલ કરવા અને મોટા ઉત્પાદનની લાલચ આપી વિદેશથી નાણાં મંગાવી રૂ.3.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું6:22 PM IST
નવસારીમાં રૂ.55 કરોડના ખર્ચે બનેલો ટાઉનહોલ હાલ સફેદ હાથી સાબિત થયો:ડું એટલું ઊંચું કે સામાન્ય લોકોને પોસાય તેમ જ નથી. : 900 બેઠકના ટાઉનહોલનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા પ્લસ GST :મીટીંગમાં સાત લોકો બેસી શકે તેવા હોલનું અડધા દિવસનું ભાડું 25 હજાર રૂપિયા એટલે કે એક દિવસનું 50 હજાર તેમજ GSTના અલગ ભરવા પડે5:51 PM IST
૧ જૂન - વિશ્વ દૂધ દિવસ: વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ; બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનના વધારા સાથે ગુજરાત “શ્વેતક્રાંતિ ૨.૦” તરફ અગ્રેસર : ગુજરાતમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ, ૭૩૦ ગ્રામ પ્રતિ દિન થઈ: પશુઓની સારવાર માટે રાજ્યમાં ૫૮૭ ફરતા પશુ દવાખાના તેમજ ૪,૭૧૦ પશુ ચિકિત્સકો ઉપલબ્ધ7:22 PM IST
૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો : 'જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી:અત્યાર સુધીમાં રાજ્યપાલ,મુખ્યમંત્રી સહિત અંદાજે ૩.૭૪ લાખથી વધુ મહાનુભાવો-નાગરીકો સ્વ-ગણતરી ઝુંબેશમાં થયા સહભાગી: આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામકનો અનુરોધ7:16 PM IST
ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો :2024માં રાજ્યમાં કુલ 7906 મહિલાઓ ગુનાનો ભોગ બની : 657 કેસ દુષ્કર્મના, 5 મહિલાઓની નિર્મમ હત્યા અને 251 મહિલાઓએ આત્મહત્યા કરી :99% દુષ્કર્મના કેસોમાં આરોપી અજાણ્યા નહીં પરંતુ પીડિતાના જ સગાં, ઓળખીતા, પાડોશી કે ઓનલાઈન મિત્રો હોવાનું સામે આવ્યું6:31 PM IST
આણંદના અડાસ પાસેની રેલવે બ્રિજ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ ;DRM સહિતની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. : દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે:બ્રિજની કામગીરીમાં ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં શું થયું?’ તે તમામ પાસાઓની કરાશે તટસ્થ તપાસ.6:20 PM IST
વલસાડ :દમણગંગા નદીમાંથી મળેલ મહિલાના મૃતદેહના કેસનો ભેદ ઉકેલવામાં વાપી ટાઉન પોલીસને મોટી સફળતા : પતિની અટકાયત : મૃતક મહિલા વાપીની જ રહેવાસી.લગ્નજીવનથી કંટાળીને આપઘાત કર્યો હતો :પત્નીના મોતથી ગભરાઈ ગયેલા પતિએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે મૃતદેહને નદીમાં ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો6:18 PM IST
રાજકોટમાં બિલ્ડીંગ સાઇટ પર થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ખુલ્યો: અજીડેમ પોલીસે ભીલવાસના યાસીન અને બે સગીરને પકડયા : ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. વી. જાધવની સૂચના હેઠળ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ગોહિલની ટીમની કામગીરી: એએસઆઈ આર. ડી. વાંક, હેડકોન્સ. સંજયભાઈ મિયાત્રા અને કોન્સ. મહેશભાઈ કોઠીવાળની બાતમી5:55 PM IST
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST







































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































