<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

વિકસિત ગુજરાત 2047 થીમ પર આધારિત કલા ઉત્સવ-2025/26 અને ગણિત - વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન કન્યા શાળા 1 વિરમગામ ખાતે યોજાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત અને GCERT અને ડાયટ અમદાવાદ (શહેર) પ્રેરિત CRC કુમાર 4 આયોજીત વિકસિત ગુજરાત 2047 થીમ પર આધારિત કલા ઉત્સવ-2025/26 અને ગણિત - વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન કન્યા શાળા 1 વિરમગામ ખાતે યોજાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. ધીરેન્દ્રભાઈ પટેલ, મહેંદ્રભાઈ પટેલ(અમેરિકા સ્થિત), એડવોકેટ વિજયભાઈ પટેલ, BRC. CO મૌલિકભાઈ બારોટ, લાલભાઈ સોની (સામાજીક કાર્યકર), રીનાબેન પંડયા (પૂર્વ નગર પાલિકા પ્રમુખ), મહીપતસિંહ ઝાલા (પૂર્વ BRC. CO), દીપકભાઈ પરમાર (પે સેન્ટર કુમાર શાળા 1 આચાર્ય), નટવરલાલ સીતાપરા (માજી સૈનિક પ્રમુખ વિરમગામ), અલીગઢ પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞાબેન પટેલ, CRC CO. કુમાર 4 હીનાબેન ગજ્જર, નિર્ણાયક, આચાર્ય, શિક્ષક મિત્રો, બાળ વૈજ્ઞાનિકો, બાળ કલાકારો, કન્યા શાળા 1 શાળા પરિવાર અને ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામનો બાળકો ને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે. કલા ઉત્સવ 2025.26 વિજેતા અને ભાગ લેનાર, વિજ્ઞાન મેળા માં વિજેતા અને ભાગ લેનાર તમામ બાળકોને અને શિક્ષક માર્ગદર્શક મિત્રો ને ઈનામ, ભેટ અને પ્રમાણપત્ર CRC CO. હીનાબેન ગજ્જર દ્વારા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

(12:56 PM IST)