<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ભુપેન્દ્રભાઈ પટેલ સોમવારે જામનગરમા : 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ

કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના દ્વારા સમીક્ષા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોમવારે જામનગર ખાતે આવી રહ્યા છે ત્યારે જામનગરમાં રૂપિયા 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ તેઓ કરવાના છે.

આ પ્રસંગે જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન મોદી, ડીડીઓ અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા રવિ સૈનિ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.(તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 PM IST)