<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

વડોદરાના હરણી વિસ્તારમાં ચેન સ્નેચરો ફરી સક્રિય :નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં બાઈક સવારો વૃદ્ધાંનો ચેન છીનવી ફરાર

સોનાની માળા તોડી લેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ :પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજના આધારે આરોપી બે યુવકોની ઓળખ અને શોધખોળ શરૂ કરી

વડોદરાના હરણી વિસ્તારમાં ચેન સ્નેચરો ફરી સક્રિય બન્યા છે. નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક વૃદ્ધા સાથે દંપતી ચાલતા હતા ત્યારે બાઈક પર આવેલા બે યુવકો તેમની નજીક આવી સોનાની તુલસી માળા ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા. આશરે 40 હજાર રૂપિયાની કિંમતની આ સોનાની માળા તોડી લેવાતા વિસ્તારમાં દહેશતનું માહોલ સર્જાયો હતો. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજના આધારે આરોપી બે યુવકોની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

(1:10 PM IST)