તા. ૨૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૫ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ભરૂચ પોલીસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 300 જેટલા આરોપીઓની યાદી તૈયાર
નશાખોરી, દારૂની હેરાફેરી, હથિયારોના ગેરકાયદેસર વ્યવહાર અને ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા તમામ આરોપીઓની માહિતી એકત્ર કરાઈ

ભરૂચ : દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ પોલીસે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 300 જેટલા આરોપીઓની એક વિસ્તૃત યાદી તૈયાર કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહા દ્વારા આવા આરોપીઓની યાદી તૈયાર કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને આ યાદી બનાવી છે. તેમાં નશાખોરી, દારૂની હેરાફેરી, હથિયારોના ગેરકાયદેસર વ્યવહાર અને ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા તમામ આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. આ પગલું ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ યાદીના આધારે ભવિષ્યમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
