<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વડોદરાના અકોટાના યુવકની દુષ્કર્મના આરોપસર ધરપકડ :8 વર્ષ સુધી લગ્નની લાલચ આપી સબંધ બાંધ્યા

યુવતીને છેતરીને આરોપી યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને એક સંતાન પણ થયું, તેમ છતાં જૂના સંબંધ ચાલુ રાખ્યો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વસતા પ્રશાંત કનુભાઈ દેસાઈ નામના યુવક પર એક ગંભીર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. આરોપી યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને સતત 8 વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.આરોપીએ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. અકોટા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

ફરિયાદ અનુસાર, યુવક એ કંપનીના મકાનમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેણે સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક સાધ્યો અને ફોન ચેટિંગ દ્વારા બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો.લગ્નનો વાયદો આપવાથી યુવતીને તેની પર સંપૂર્ણ વિશ્વાસ હતો

 આરોપી યુવક યુવતીને હોટલ અને પોતાના ઘરે લઇ જઈને શારીરિક સંબંધ બાંધતો. વર્ષ 2017થી સતત તે દુષ્કર્મ કરતો હતો ત્યારબાદ યુવતીને છેતરીને આરોપી યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને એક સંતાન પણ થયું, તેમ છતાં જૂના સંબંધ ચાલુ રાખ્યો

યુવતીના જણાવ્યા અનુસાર, વાયદા છતાં લગ્ન ન થતાં અને દુષ્કર્મ ચાલુ રહેતાં તેણે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યુવક પ્રશાંત કનુભાઈ દેસાઇને ઝડપ્યો છે અને દુષ્કર્મ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 AM IST)